Friday, August 26, 2022

 

વસંત ફરી મ્હોરી

 



 

હિરેને રૂપલને કહ્યું, “કાલે સવારે મને વહેલો ઊઠાડજે. એરપોર્ટ એક પાર્ટીને મૂકવા જવાનું છે. ત્યાં થોડી વાર રોકાઈને એકાદ પેસેન્જર મળી જાય તો લઈને પછી હું સીધો ઘરે આવીશ. આપણે સાથે જમીશું અને સાંજે તારા કાકાને ત્યાં મહેંદીમાં જઈશું. બરાબર?”

 જેમ તને અનુકુળ હોય તેમ. કાલે તો મહેંદી છે ને ગીતો છે. તું સાથે આવે તો સારું. નહિ આવી શકાય તો પણ ચાલશે, પણ પછીના બે દિવસ તો તારે રજા રાખવી પડશે.’’

         બીજે દિવસે વહેલી સવારે હિરેન તેની રીક્ષા લઈને નીકળી ગયો. જેમને એરપોર્ટ જવાનું હતું, તેને ઉતારી દીધા પછી કોઈ મુસાફર મળી જાય તેની રાહ જોતોએરાઈવલગેટ પાસે ઊભો રહી ગયો. એરપોર્ટનો એક ફેરો તેની આખા દિવસની કમાણી જેટલો પડી રહેતો. વળતા પેસેન્જર મળી જાય તો વધારાનો ફાયથોડી વારમાં દિલ્હીથી આવતી એક ફલાઈટની જાહેરાત સંભળાઈ અને બધા સતર્ક થઈ ગયા. લેવા આવનારા, ટેક્ષીવાળા, રીક્ષાવાળા બધાએ ગેટની પાસે ભીડ કરી દીધી. થોડી વારમાં પેસેન્જરો બહાર આવવા માંડ્યા. અન્ય રીક્ષાવાળાની સાથે તે પણરીક્ષા’ ‘રીક્ષા' કરતો બૂમો પાડવા લાગ્યો. ત્યાં એની નજ૨ ગેટમાંથી બહાર આવતી એક સુંદર જાજરમાન યુવતી ઉપર ગઈ. તેને લાગ્યું કે તો શ્વેતા છે. ભીડમાંથી થોડો આગળ વધીને તે બરાબર યુવતીની સામે આવીને ઊભો રહી ગયો. તેણે પૂછી લીધું, “રીક્ષા?’’

 પેલી યુવતીએ તેની સામે જોયું, ક્ષણભર જોઈ રહી. તેની નજરોમાં પણ પરિચયની ઝલક દેખાઈ.

 અરે, હિરેન?'' બીજી મિનિટે તેણે આશ્ચર્ય અને હળવા સ્મિત સાથે પૂછી લીધું. હવે હિરેનને ખાત્રી થઈ કે એની સાથે કોલેજમાં ભણતી શ્વેતા હતી! અને તેની નજરો સમક્ષ આખો ભૂતકાળ તરવરી રહ્યો. “હા, શ્વેતા, ક્ષણભર તો હું ઓળખી શક્યો તનેસોરી, તમને!”

 અરે દોસ્ત, ‘તુંથી ચાલવા દે ને. મમ્મી સિવાય બીજા કોઈને મોએ આવું સંબોધન સાંભળવું પણ ક્યારેક મળતો લ્હાવો છે. “તું રીક્ષા ચલાવે છે? ક્યાંક સારી નોકરી હતી, એવો મને ખ્યાલ છે.”

હતી, પણ છોડી દીધી. પણ બધી વાત પછી. પહેલા નક્કી કરી લે કે મારી રીક્ષામાં આવવું છે કે ટેક્ષીવાળાને બોલાવું?'' શ્વેતા એની પાછળ ઊભેલી મહિલા તરફ ફરી. “મમ્મી, રીક્ષામાં જઈશું? હિરેન ઘણા વખતે મળ્યો છે. થોડી વાત થશે. તું તો એને ઓળખે છે.’’

 હિરેને એની મમ્મીને નમસ્કાર કર્યા અને તેમના હાથમાં રહેલી બેગ ઉપાડવા હાથ લંબાવ્યો. દીકરીની ઈચ્છા જોઈ તેની મમ્મી પણ રીક્ષામાં બેસવા તૈયાર થઈ ગઈ હતી. હિરેને શ્વેતાના હાથમાં રહેલી બેગ લેવા પણ હાથ લંબાવ્યો પણખાસ વજન નથીકહી તેણે તે તેની પાસે રહેવા દીધી.

 રીક્ષામાં લોકોને બેસાડી રસ્તા પર આવતા હિરેને પાછળ નજર કર્યા વિના પૂછ્યું, “ક્યાં જવું છે?”

 પહેલા તો કોઈ સારી લારીએ કડક મીઠી અમદાવાદી ચા પીવડાવી દે. વિમાનમાં કે એરપોર્ટ પર ચા પીવાની કાંઈ મજા નથી આવતી અને સવારમાં સારી ચા મળે તો મારો તો જાણે દિવસ બગડે છે.''

             થોડે પહોંચ્યા પછી એક જગ્યાએ રસ્તાની બાજુમાં ચાની લારી જોઈ હિરેને રીક્ષા ઊભી રાખી. લારીવાળાને ત્રણ આખી સ્પેશ્યલ ચાનો ઓર્ડર આપી દીધો. તેણે જોયું કે બાજુની લારી પર ગરમ ગરમ દાળવડા ઉતરી રહ્યા હતા. તેને યાદ આવ્યું કે દાળવડા તો શ્વેતાનો સૌથી વધુ ભાવતો નાસ્તો હતો. તેણે ત્યાં જઈ થોડા દાળવડા પણ ખરીદી લીધા અને પડીકું રીક્ષામાં બેઠેલી શ્વેતાને આપતા બોલ્યો, “દાળવડા તો તને ખૂબ ભાવે છે ને? દિલ્હીમાં મળે છે?''

 શ્વેતા ખુશ થઈ ગઈ અને ઝટપટ પડીકું ખોલી એક દાળવડું હિરેનને આપતા બોલી, “મારી અમદાવાદની મુલાકાત સુધારી દીધી તે તો..''

દાળવડા અને ચાનો નાસ્તો પૂરો થયા પછી શ્વેતાએ પૈસા આપવા માટે થોડી રકઝક કરી, પણ હિરેને તેને મચક આપી. રીક્ષા ચાલુ કરતા પહેલા ફરી તેણે પૂછ્યું, “ક્યાં જવું છે તે તો તેં કીધું નહીં.’’

 તારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા. પેટ ભરાયું એટલે મને તો હવે ખૂબ ઊંધ આવે છે. તું તારે રીક્ષા ચલાવ્યા કર અને હું તો મમ્મીના ખભે માથું ટેકવીને ઊંઘી જાઉં છું.’’ અને તે તો ખરેખર ઊંઘી ગઈ. તેની મમ્મીએ પોતાના પર્સમાંથી એક સરનામુ કાઢીને હિરેનને આપતાં કહ્યું, “આમ તો અમે શ્વેતાની ફોઈની દીકરીના લગ્નમાં આવ્યા છીએ, પણ ઉતારો કરવો છે મારા દૂરના એક ભાઈને ત્યાં. બોપલ બાજુ ક્યાંક બંગલો લીધો છે.”

 હિરેને સરનામાની ચબરખી લીધી અને એક હાથે વાંચતા બોલ્યો, “ખરેખર શ્વેતાની એક ઊંઘ નીકળી જશે, ત્યાં પહોંચતા.’’ કહી તેણે ચૂપચાપ ઊંઘતી શ્વેતાને ખાસ ખલેલ પહોંચે રીતે રીક્ષા ચલાવ્યે રાખી. એસ.જી. હાઈવે પર પહોંચતા શ્વેતા જાગી ગઈ. “રીક્ષામાં આવી સારી ઊંઘ આવી શકે તેની તો મને કલ્પના નહીં! ખરેખર ખૂબ મજા આવી ઊંઘવાની, મામાનું ઘર કેટલે?” “બસ હવે દશેક મિનિટ લાગશે.' હિરેને ઉત્તર આપ્યો.

 અરે હાં હિરેન, હું ઊંઘી ગઈ અને તારી વાત જાણવાની તો રહી ગઈ. સારી નોકરી છોડીને રીક્ષા અને બીજું બધું. તો કહે કે લગ્ન કર્યા કે નહીં?’' શ્વેતા બોલી.

 હા, કર્યાં છે ને!''

 કેવી છે તારી ઘરવાળી?'’

 એને વધુમાં વધુ સમય આપી શકું એટલા માટે નોકરી છોડીને રીક્ષા લીધી. સવારે આઠથી સાંજે  સુધીની નોકરી હતી, પણ સાત-આઠ વાગી જતા. જવા-આવવાના સમય સાથે બાર-તેર કલાકની નોકરી. સાત વાગે મારું ટીફીન અને નાસ્તો તૈયાર રાખવા રૂપલ પાંચ વાગે ઊઠે. પછી આખો દિવસ એકલી...''

 એક મિનિટ, હિરેન. એનું નામ રૂપલ છે એમ ને? બહુ વહાલ કરતો લાગે છે એને. નસીબદાર છોકરી. પણ રીક્ષા લીધા પછી એને વધારે સમય કેવી રીતે આપી શકે?”

 કોઈને પણ વહાલી લાગે એવી છે . સારું સગવડભર્યું જીવન જીવવાના સ્વપ્ના સિદ્ધ કરવા માટે આખી જીંદગી તનતોડ મહેનત કરવી, એના કરતા વર્તમાન જિંદગી સંતોષ અને સુખથી જીવવી, એવું વિચારીને સ્વતંત્ર જીવન અપનાવ્યું છે. રોજના ખર્ચ અને હપ્તા જેટલી આવક થાય એટલે રીક્ષા ઘરે મૂકી દેવાની અને પછી મોટરસાયકલ લઈને રૂપલ સાથે બહાર..! કોઈ વાર ઘર બાજુનો ફેરો મળી જાય તો બપોરે સાથે જમી પણ લઈએ. ખાલી રીક્ષા લઈને ક્યાંક ઊભો હોઉં તો વાંચવાની નવરાશ પણ મળી જાય. ઉપરાંત રોજ નવા નવા માણસોને મળવાનું બને. વિવિધ સ્વભાવના લોકોનો પરિચય થાય. ક્યારેક પરદેશી પ્રવાસી મુસાફર હોય તો ગાઈડ પણ બની જાઉં, વૈવિધૂર્ણ જીવન. કામ પતે એટલે રોકડા, પહેલી-સાતમી તારીખની રાહ જોવાની નહીં.”

             મારા ફિલોસોફર દોસ્ત, મારે તારી જિંદગી વિશે વધુ જાણવું પડશે. ક્યારે મુલાકાત કરાવે છે કોઈને પણ વહાલી લાગે એવી તારી રૂપલની?’’

 તમે ઘરે પધારો ત્યારે...” કહેતા હિરેને રીક્ષા એક બાજુ ઊભી રાખી અને સરનામાની ચબરખી લઈ બાજુમાં કોઈને પૂછવા ઉતર્યો. થોડેક આગળ જતાં શ્વેતાના મામાનો બંગલો મળી ગયો. ત્યાં રીક્ષા ઊભી રાખી, ત્યારે મામા બહાર હીંચકા ઉપર બેઠા હતા. બહેન-ભાણી આવવાના હતા તેની તો તેમને ખબર હતી, પણ તે રીક્ષામાં આવશે તેવી કલ્પના તેમને નહોતી. ઊઠીને તે દરવાજે આવ્યા, તે દરમ્યાન શ્વેતાએ તેની પર્સમાંથી એક કાર્ડ કાઢીને હિરેનને આપતાં કહ્યું, “જો આમાં મારો મોબાઈલ નંબર છે. મને ફોન કરજે. તારો નંબર બોલ.'' કહેતા એણે એનો મોબાઈલ કાઢ્યો અને હિરેને કહેલો નંબર ફટાફટ ડાયલ કરી દીધો.

 જો હવે મારો નંબર તારા મોબાઈલમાં પણ છે. જો ફોન નહીં કરે તો તારી વાત છે.’' મામા પાસે આવી ગયા હતા, તેમની સાથે હિરેનની ઓળખાણ કરાવતા તે બોલી, “મામા, હિરેન. કોલેજકાળનો મારો સૌથી નજીકનો દોસ્ત.” હિરેને મામાને નમસ્તે કર્યા, પણ મામાનેરીક્ષાવાળામાં ખાસ રસ પડ્યો નહિ. ખૂબ રકઝક કરવા છતાં હિરેને રીક્ષાભાડુ લીધું. રીક્ષા પાછી વાળીને સીધો ઘરે પહોંચી ગયો.

 રૂપલ રાહ જોતી હતી. “ચા પીવી છે?” તેણે પૂછ્યું.

 ના, આવતા રસ્તે પીધી. દાળવડા પણ ખાધા.'' હિરેને કહ્યું અને તેના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

 કેમ આજે કાંઈ જુદા મૂડમાં છો?’ સામાન્ય રીતે હિરેનના કામમાં પૂછપરછ કરતી રૂપલને આજે તેનો અંદાજ જોઈ આશ્ચર્ય થતું હતું. ચા, દાળવડા અને ઉપર અંદાજ. ‘જરૂર કાંઈ બન્યું છેતેને થયું.

 હા, આજે તો આનંદ આવી ગયો.” કહી હિરેને તેને બધી વાત કરી દીધી. રૂપલને પણ સારું લાગ્યું, છતાં સ્ત્રીસહજ વહેમ અને થોડી ઈર્ષા તો થયા .

 જ્યારથી નોકરી છોડીને રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું ત્યારથી હિરેને એક નિયમ રાખ્યો હતો. રીક્ષા લઈને નીકળે ત્યારે ખાખી કપડા પહેરીને અને બેજ ભરાવીને નીકળવું. પણ ઘરે આવીને રીક્ષા મૂકી દીધા પછી જ્યાં પણ જાય ત્યાં મોટરસાયકલ લઈને જાય. રૂપલને લોકોરીક્ષાવાળાની પત્ની તરીકે જુએ તો સ્વાભાવિક રીતે તેની સાથે હળવા-મળવામાં અંતર રાખે. એટલે રૂપલને લઈને ગમે તેટલું દૂર જવાનું હોય, તે મોટરસાયકલનો ઉપયોગ કરતો, વરસાદના દિવસો હોય કે તાપના, અંગત અને કૌટુંબિક કાર્યોમાં તો તે મોટરસાયકલ વાપરતો.

 જમીને આરામ કરતા હતા ત્યારે રૂપલે પૂછ્યું, “શું કરે છે તમારી દોસ્ત, દિલ્હીમાં’’ ત્યારે એને ખ્યાલ આવ્યો કે એણે તો એને કશું પૂછ્યું નહોતું, તેણે ઊભા થઈ ગજવામાંથી શ્વેતાએ આપેલું વિઝિટીંગ કાર્ડ કાઢીને જોયું અને આંખો પહોળી કરી રૂપલના હાથમાં મૂક્યું.

 સાંજે જેમને ત્યાં મહેંદી અને ગીતનો કાર્યક્રમ હતો તે રૂપલના દૂરના સગા હતા. રૂપલ પ્રત્યે લાગણી હતી એટલે લગ્નમાં અને બધી વિધિમાં ચોક્કસ આવવાનો આગ્રહ કરીને ગયા હતા. છેક સાત વાગ્યા પછી બંને જણ તૈયાર થઈને નીકળ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે મોટા મંડપમાં, નાની ટૂકડીઓમાં બહેનો મહેંદી મુકતી-મુકાવતી હતી. એક ખૂણામાંના સ્ટેજ ઉપરથી કોઈ સંસ્થાની મહિલાઓ લગ્નગીતો રજુ કરી રહી હતી. બંને જણ થોડીક મિનિટો તો દરવાજે ઊભા રહ્યા. મંડપમાં પુરૂષોની સંખ્યા ખૂબ ઓછી હતી. હિરેને કહ્યું, “હું તો સાવ અજાણ્યો છું. એટલે તરફ એક ખુરશીમાં બેસીને સંગીતનો આનંદ માણું છું. તું તારી રીતે મેળામાં ગોઠવાઈ જા.’’ ત્યાં રૂપલની નજર એની એક ઓળખીતી સહેલી ઉપર પડી અને તે તેની પાસે જઈ વાતે વળગી.

         હિરેન ખુરશીમાં બેઠો બેઠો ગીતો સાંભળતો હતો અને સાથે ત્યાં ફેલાયેલા આનંદના વાતાવરણને માણી રહ્યો હતો, ત્યાં એકાએક શ્વેતા ટપકી પડી. “અરે હિરેન, સ્ત્રીઓના કાર્યક્રમમાં તું શું કરે છે?’’ કહેતી તે તેની સામે આવીને ઊભી રહી ગઈ.

 અને તું અહીં ક્યાંથી?”

  તો મારા ફ્આનું ઘર છે. ફ્આની દીકરીના તો લગ્ન છે... પણ તું

"તારા ફ્આ તો નવરંગપુરામાં રહેતા હતા ને? હું આવ્યો હતો ત્યાં.''

 ‘‘બે વર્ષ પહેલા તેઓ તે ફ્લેટ વેચીને અહીં રહેવા આવ્યા છે. પણ તું ક્યાંથી? અને તારી વહાલી રૂપલ? એકલો તો નથી આવ્યો ને?”

 એને કંપની આપવા તો આવ્યો છું, તારા ફૂઆ એના પણ કાંઈ સગા થાય છે. આવવાનો આગ્રહ પણ કર્યો હતો. ચાલ તને ઓળખાણ કરાવું..”

 એક મિનિટ, હિરેન. જો ફ્આના સગામાં હોય, તો અમે અગાઉ ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોઈક પ્રસંગે મળ્યા હશે. મને અડધો કલાક આપ. હું એને ઓળખી કાઢવાનો પ્રયત્ન કરું? એનું ઘરનું કાંઈ નામ - આઈ મીન, નીક નેમ જેવું?''

 મને યાદ છે ત્યાં સુધી એના ઘરમાં બધા એનેભૂરીતરીકે ઓળખતા હતા, નાની હતી ત્યારે બહુ ગોરી હતી એટલે.”

 સારું, જો હું એને અડધા કલાકમાં ઓળખી કાઢું તો મને શું આપશે?’’

 ફરી દાળવડા ખવડાવીશ..'' હિરેને સ્હેજ હસીને કહ્યું.

 દાળવડા તો ખવડાવ્યા. હવે આપણી માનીતી લો ગાર્ડનની કુલફી ખાવી છે. મંજૂર?”

 મંજૂર.’' હિરેને કહ્યું અને શ્વેતા ત્યાંથી નીકળી સ્ત્રીઓના ટોળામાં મળી ગઈ. આજે શ્વેતા અન્ય સ્ત્રીઓની સરખામણીમાં સાદા લાગે તેવા વસ્ત્રોમાં હતી. મેઈક અપ પણ દેખાતો નહોતો. હિરેનને નવાઈ લાગી.

 શ્વેતા ત્યાંથી નીકળીને સ્ત્રીઓના અલગ અલગ સમૂહો તરફ ફરી વળી. તેણે કોઈ પરિચિત ચહેરો શોધવાનો પ્રયત્ન કર્યો. કેટલીક બહેનો નીચું જોઈ મહેંદી મૂકવામાં વ્યસ્ત હતી. તેમના ચહેરા જોવા માટે તેણે રાહ જોવી પડી. થોડી વારમાં એક નાની છોકરીના હાથમાં મહેંદી મૂકતી રૂપલે કોઈની સાથે કાંઈ વાત કરવા મોં ઊંચું કર્યું, ત્યારે શ્વેતાને અણસાર આવ્યો કે રૂપલ હોઈ શકે. તેણે બાજુમાં બેઠેલા એક બહેનને પૂછ્યું પણ તેમણે ખભા ઊંચા કરી દીધા. સ્હેજ રાહ જોઈને તેણે રૂપલ જ્યાં હતી તે સમૂહમાંથી એક બાળકીને ઈશારત કરી પોતાની પાસે બોલાવી. તેના હાથ પકડી પૂછ્યું, “સરસ મહેંદી મૂકી છે ને? શું નામ છે બહેનનું? મને મૂકી આપશે?”

 ભૂરી આન્ટી - સોરી, રૂપલ આન્ટી...'’ કહેતા તે બાળકીએ મોં પર ભૂલ થયાનો અફસોસ દર્શાવતા હાથ મૂકી દીધો.

 મારા વતી એને પૂછી તો જો. મને મહેંદી મૂકી આપશે?”

 બાળકી દોડી ગઈ અને રૂપલને પૂછવા લાગી, “ભૂરી આન્ટી, પેલા આન્ટી પૂછે છે કે તમે તેમને મહેંદી મૂકી આપશો?’’ તેણે શ્વેતા તરફ આંગળી ચીંધતા કહ્યું. રૂપલે તેના તરફ જોયું, સ્હેજ હસી અને હાથ ઊંચો કરી ઈશારો કર્યો કે આનું પતાવી દઉં પછી વાત. દશેક મિનિટ પછી રૂપલે ફરી શ્વેતા સામે નજર કરી અને તેને ત્યાં આવવા ઈશારત કરી. શ્વેતા તેની પાસે જઈને ગાદી પર બેસી ગઈ અને હાથ લાંબો કર્યો.

 હું નિષ્ણાત નથી. હું તો બાળકીઓને રમાડી રહી છું. હું જેવી આવડે તેવી મહેંદી તમને પણ મૂકી આપીશ. ચાલશે?'' રૂપલે સ્હેજ હસીને કહ્યું.

             હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ, પેલી બેબીને મૂકી છે તેવી એક હાથમાં મૂકી આપો તોય મારે તો ઘણું.'' શ્વેતાએ કહ્યું અને પછી મનોમન બબડી, “મારે તો તારી સાથે વાત કરવા બહાનુ જોઈએ છે.”

 રૂપલને થોડું આશ્ચર્ય તો થયું. તેને લાગ્યું કે બહેનને પહેલા કોઈ પ્રસંગમાં જોયા પણ છે. પણ તેણે મગજમાંથી બધું ખંખેરી કાઢી હાથમાં કોન લઈને રૂપલનો હાથ એના હાથમાં લીધો. ક્ષણભર તો સુંદર કોમળ હથેળી તરફ જોઈ રહી. તેને થયું કે આટલી સુંદર કોમળ હથેળી પર તો મહેંદીને પણ શરમાઈ જવું પડે! તેણે કોન ઉપાડીને મહેંદીનો લીટો કરતાં કહ્યું પણ ખરું, “બહેન, આટલી સુંદર હથેળીને મહેંદીથી ખરેખર બગાડશો?'' શ્વેતા તેના તરફ જોઈ રહી.

 તેને લાગ્યું કે રૂપલ સાચી છે. પણ તેણે કહ્યું, “મારું નામ શ્વેતા છે.’’ હજુ વાક્ય પૂરું કરે તે પહેલા રૂપલ આંખો પહોળી કરીને તેની સામે, જાણે તેનું નખશિખ નિરીક્ષણ કરતી હોય તેમ જોઈ રહી અને ધીરેથી બોલી, “હવે સમજી..”

 તું શું સમજી તે હું સમજી નહી, રૂપલ?’’ શ્વેતાને લાગ્યું કે હવે એણે ઓળખી લીધી છે તો વધુ ઔપચારિક થવાની જરૂર નથી.

  કે તમે આટલા રૂપાળા કેમ છો?’’

 મતલબ? મને સહેલી માનીનેતુંથી બોલાવે તો વધુ ગમે.’’

 મતલબ કે જે લોકોના હૃદય સુંદર હોય તેમનું સૌંદર્ય તેમના હાથમાં પ્રતિબિંબિત થાય છે. એટલે તો હૃદય સુધી પહોંચવાનો માર્ગ હથેળીથી શરૂ થાય છે.’ કહેતા રૂપલે શ્વેતાની હથેળી સીધી કરી કોન ઉપાડીને તેના એક ખૂણામાં નાનકડું ફૂલ દોરી દીધું.

 વાહ, રૂપલ. તું તો કવિતા કરવા માંડી.’’ અને પછી બંને મહેંદી મુકવાની સાથે વાતોએ વળગ્યા.

 વચ્ચે શ્વેતાએ દૂર બેઠેલા હિરેન તરફ હાથ ઊંચો કરી પોતાની સફળતાની જાણ કરી દીધી. રૂપલે શ્વેતાની હથેળીના એક ખૂણામાં ઝીણી ડીઝાઈનમાં હૃદય અને ફૂલનો આભાસ થાય તેવી મહેંદી મૂકી દીધી. તે થોડીક વાર હાથ ચલાવતી, તો વધારે વાર મોં ચાલતું.

 તમે-સોરી તે આટલી સફળતા મેળવી છે. ફેશન ડીઝાઈનીંગ, મોડેલીંગ, અભિનય જેવા વિવિધ ગ્લેમરસ ક્ષેત્રે તેં નામ કાઢ્યું છે. છતાં આટલી સાદી અને સરળ કેમ છે?’’

  સહેજ નિસાસો નાંખીને તે બોલી, “સંગનો રંગ, સાદાઈ અને સરળતાનો રંગ મને હિરેને લગાડ્યો. એના જેવું સરળ, સ્પષ્ટ તથા સંતોષી વ્યક્તિત્વ મેં આજ સુધી જોયું નથી.''

 સ્હેજ વાર રહીને સંકોચ સાથે રૂપલે પૂછ્યું, “એક વાત પૂછું? હિરેનના કહેવા પ્રમાણે અને મેં તને અત્યારે ઓળખી છે તે પરથી લાગે છે કે તમે બંને એકબીજાને ખૂબ ચાહતા હતા. તું તો તને ગમતી કોઈપણ વસ્તુ ગમે તે ભોગે મેળવીને રહે છે, તો પછી તમે બંનેએ લગ્ન કેમ કર્યાં?”

 શ્વેતા એકદમ ગંભીર થઈ ગઈ. નીચે જોઈ ગઈ. રૂપલને લાગ્યું કે તેની આંખો ભરાઈ આવી છે. મહેંદી મૂકવાનું તો પતી ગયું હતું એટલે તે પોતાના હાથ ધોવાને બહાને શ્વેતાને બહાર લઈ ગઈ. થોડી વાર પછી દૂર પડેલી ખુરશીઓ તરફ જોઈને પૂછ્યું, “ત્યાં બેસીશું?’’ શ્વેતા આગળ થઈ.

 થોડી વાર શાંત બેઠા પછી શ્વેતા બોલી, “તારી વાત સાચી છે. જો મારે હિરેન સાથે લગ્ન કરવા હોત તો ગમે તેટલાં વિઘ્નો પાર કરીને પણ તે કરત. ખરેખર તો હિરેને બે-ત્રણ વાર કહ્યું પણ હતું. મને એમ હતું કે કોલેજ પૂરી થાય પછી કરીશુ. છેલ્લે છેલ્લે મેં પપ્પાને પણ મનાવી લીધા હતા.’’

 તો પછી શું થયું?”

             છેલ્લા વર્ષમાં હતા ત્યારે મારા પપ્પા એકદમ બિમાર પડ્યા. બહાનુ તો ઝેરી મેલેરિયાનું હતું, પણ બિમારી વધતી ગઈ. કોઈ દવા કામ આવી. પપ્પાની છેલ્લી સ્થિતિ હતી, ત્યારે ડોક્ટરે મને તેમની કેબીનમાં બોલાવી. તેમણે જે કહ્યું તેનાથી પપ્પાની સાથે જાણે મારી જિંદગી પણ પતી ગઈ હોય એવું મને લાગ્યું.’’ કહેતા તે ખરેખર રોવા લાગી. રૂપલે તેને ગળે લગાડી શાંત કરવા પ્રયત્ન કર્યો.

 થોડી વાર રહીને સ્વસ્થ થતાં તે બોલી, “ડોક્ટરે મને કહ્યું કે મારા પપ્પા એચઆઈવી પોઝીટીવ હતા એટલે એમના શરીર પર દવાની અસર ઓછી થતી હતી. એમને બિમારી કર્યાંથી વળગી તે અંગે વિચાર કરવાનો તબક્કે કોઈ પ્રશ્ન નહોતો. ડોક્ટરે મને કહ્યું કે એમની પુત્રી હોવાને કારણે શક્ય છે કે મને પણએઈડની અસર હોય, એટલે મારે પણ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.'' રૂપલ આંખો પહોળી કરીને તે સાંભળી રહી.

            બીજે દિવસે મેં પણ ટેસ્ટ કરાવ્યો અને મારા જીવનના બારે વહાણ ડૂબી ગયા!” કહી તે ફરી રડી પડી. રૂપલને તેને સાંત્વન આપવા માટે શબ્દો જડ્યા. તેની આંખો પણ ભીની થઈ.

             થોડી વારે શ્વેતા ફરી બોલી, “જો અન્ય કોઈ હોત તો મેં તેની સાથે લગ્ન કરીને પંદર વીસ વર્ષ ખેંચી કાઢ્યા હોત. હિરેનને સાચી વાત કરી હોત તો તે પણ શહીદ થવા તૈયાર થઈ ગયો હોત. પણ મારે તો મારા પ્રેમને અકબંધ, હસતો રમતો રાખવો હતો. એટલે પિતાના મૃત્યુ બાદ થોડા દિવસોમાં મમ્મી સાથે મામાને ત્યાં દિલ્હી ચાલી ગઈ. જતાં પહેલા હિરેનને ફોન કરીને ટૂંકમાં કહ્યું હતું કે મને ભૂલી જજે. આપણા લગ્ન હવે શક્ય નથી. જે સમજ્યો હોય તે, પરંતુ લાંબી વાત કરી મારે ફરી લાગણીમાં તણાવું નહોતું.”

 કેટલીય વાર સુધી બંને ચૂપચાપ બેસી રહ્યા. શ્વેતાની આંખ રડતી હતી, તો રૂપલનું હૃદય. ઊઠતાં પહેલા શ્વેતાએ કહ્યું, “મારો હિરેન તારી પાસે મારી અમાનત છે. ક્યારેય કોઈ પણ મુશ્કેલી વેઠશો નહીં. કાંઈ પણ જરૂર પડે તો મને તરત યાદ કરજે. મારું જે કાંઈ છે તે બધું તમારું છે એમ માનજે. અને હા, હિરેનને મારી બિમારીની વાત કરતી. તમે બંને મળી ગયા ને મને તો જીવવાનું બહાનુ મળી ગયું.''

 થોડી વારમાં શ્વેતા એનો વિષાદ ભૂલીને હસતી-રમતી થઈ ગઈ. પછીના બેત્રણ દિવસો દરમ્યાન લગ્નના ઉત્સવમાં તેના જીવનમાં જાણે વસંત ફરી મ્હોરી ઊઠી હોય તેવો ફેરફાર થઈ ગયો હતો.

No comments:

Post a Comment