Tuesday, August 2, 2022

 

જાનામિ  ધર્મમ



 

મહાભારતમાં દુર્યોધનના મુખે એક શ્લોક કહેવાયો છે :

 

જાનામિ ધર્મમ, મેં પ્રવૃત્તિ,

જાનામિ અધર્મમ્, મે નિવૃત્તિ:

 

અર્થાત્, ધર્મ (કરવા જેવું) શું છે તે હું જાણું છું, પણ આચરી શકતો નથી. અધર્મ ( કરવા જેવું) શું છે તે પણ હું જાણું છું. પણ તે છોડી શકતો નથી. અહીં ધર્મનો અર્થ કરવા જેવું અને અધર્મનો અર્થ કરવા જેવું થાય. (સંસ્કૃતમાંધર્મશબ્દનો ઉપયોગ ફરજ માટે થાય છે) વેદવ્યાસે માણસ જાતના વિચિત્ર સ્વભાવને આમ દુર્યોધનના શબ્દોમાં યોગ્ય રીતે ઉજાગર કર્યો છે. વેદવ્યાસના જમાનામાં પણ સત્ય હતું અને આજે પણ એટલું સત્ય છે.

 

ધર્મની બાબતમાં, આચરણની બાબતમાં, નૈતિકતાની બાબતમાં, સ્વાસ્થ્યની બાબતમાં કે માણસ જેમાં પ્રવૃત્ત હોય છે તેવી લગભગ બધી બાબતોમાં માણસ કરવા જેવું શું છે અને કરવા જેવું શું છે તે જાણતો હોય એવું ભાગ્યે બને છે. છતાં કેટલીય વાર માણસ કરવાનું કરે છે અને કરવા જેવું નથી કરતો! ડાયાબીટીસના દર્દીને ખબર હોય છે કે ખાંડ તેને માટે વર્જ્ય છે, હૃદયરોગના દર્દીને ખબર હોય છે કે તળેલું તેને માટે યોગ્ય નથી, છતાં તેઓ ખાવાની ઈચ્છાને રોકી શકતા નથી. ધૂમ્રપાન શરીરને નુકસાન કરે છે એવી સ્પષ્ટ ચેતવણી સિગારેટના પેકેટ ઉપર હોય છે છતાં સિગારેટ છોડી શકાતી નથી. આવી જીવનમરણ સાથે સંબંધિત બાબતોમાં પણ જો આપણે દુર્યોધન હોઈએ, તો પછી કૌટુંબિક, સામાજિક કે રાજકીય સંબંધો અને નૈતિક, ધાર્મિક કે આચાર જેવી બાબતોમાં તો દુર્યોધન હોઈએ તે ખૂબ સ્વાભાવિક છે,

 

તને કોઈની પણ સાથે વાત કરશો તો ખબર પડશે કે તેમને પોતે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ તેનું જ્ઞાન હોય છે , પણ તેને અમલમાં મુકવાની વાત આવે ત્યારે બધા દુર્યોધન બને છે.

 

આવું માનસ બાળપણથી જોવા મળે છે. બાળકને જે કરવાની ના પાડવામાં આવે, તે કરવા તે ઉત્સુક બને છે. પણ, જો લાલચ કે ડર બતાવવામાં આવે તો તે અટકે છે, મોટા થયા પછી પણ ઈશ્વરનો, રાજ્યનો (પોલીસનો) કે સમાજનો (પ્રતિષ્ઠાનો) ડર હોય તો, ઘણા માણસો તેઓ જે રીતે વર્તે છે તેનાથી કદાચ જુદી રીતે વર્તે. વ્યવહાર અંગે માર્ગદર્શન આપતાં કેટલાં બધાં પુસ્તકો દરેક ભાષામાં દરેક વર્ષે પ્રસિદ્ધ થાય છે! મોટે ભાગે તો તેમાં અપાયેલ માર્ગદર્શન, સલાહ કે કરવા જેવી પ્રવૃત્તિઓની નૂકતેચીની અંગે વાંચનારાને |પણ ખબર હોય છે. મોરારીબાપુ કે એવા અન્ય કથાકારોના પ્રવચનમાં ઉમટતી લાખોની મેદનીને પણ તેમના માટે સારું શું અને નરસું શું તે ખબર હોય છે. છતાં આવા પુસ્તકો ખરીદાય છે, વેચાય છે, વંચાય છે, કથાઓમાં મેદની ઉમટતી રહે છે. દરેક માણસના મનમાં રહેલી, સારી વાતને અનુસરવાની ઈચ્છા એની પાછળ કારણભૂત છે. જે કરવું જોઈએ તે કરવાની કે જે કરવું જોઈએ તે કરવાની તેની ઈચ્છા હોય છે. પણ જયારે ખરેખર અમલ કરવાનો આવે ત્યારે મન દગો દઈ જાય છે! એના ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન પુસ્તકો વાંચીને કે કથાશ્રવણ દ્વારા તે કરે છે.

 

મનના વિચિત્ર વલણ ઉપર કાબુ મેળવવામાં કેટલાક લોકો પૂરેપૂરા સફળ થાય છે. કેટલાક લોકો કેટલાક સમય માટે સફળ થાય છે. કેટલાક લોકો કેટલીક બાબતોમાં સફળ થાય છે તે કેટલીક બાબતોમાં નથી થતા! આવું કેમ બનતું હશે?

 

મનોવૈજ્ઞાનિકો એના અનેક ખુલાસાઓ આપવાનો પ્રયત્ન કરે છે. પણ એનો ઉપાય થઈ શકે તેવા સચોટ ઈલાજ મળ્યાનું જાણમાં નથી. ધર્મશાસ્ત્રોમાં પણ એને માટે ઉપાયો સૂચવાયા છે; જેમકે પાતાંજલિએ દર્શાવેલ યોગ વિદ્યા અને યમ-નિયમો. એના કારણે કેટલાક સમય માટે વૃત્તિમાંથી છૂટકારો મળે છે; પણ અંતે તો દુર્યોધન ઉક્તિ મે નિવૃત્તિ” વિજયી બને છે.

No comments:

Post a Comment