Monday, November 7, 2022

 મનમર્કટ

 





ઘરથી ઓફિસ સુધીનો બે કિ.મી.નો રસ્તો હું દ૨રોજ પગે ચાલીને કાપતો તેથી ઘણા મિત્રો મારા ઉપર કંજૂસાઈનો આરોપ મૂકતા. જવાબમાં હું ચાલવાના ફાયદા વિશે તેમની સમક્ષ લંબાણપૂર્વક દલીલો કરતો. ધીરે ધીરે જેમ મને તેમનો આરોપ સદી ગયો હતો તેમ તેમને પણ મારી ટેવ સદી ગઈ હતી. છતાં કોઈ કોઈ વાર અંગે વાત નીકળી જતી. મિત્રોને તો હું જવાબ આપી શકતો, તેમની સમક્ષ ચાલવાના ફાયદા અંગે વિવેચન પણ કરી શકતો, પણ મારું પોતાનું મન જ્યારે મારી સામે બદલ હસી લેતું ત્યારે? મારા મનને પૂરેપૂરી ખબર હતી કે મારા ચાલતા જવા પાછળનું કારણ નહોતો ચાલવાનો શોખ કે નહોતી કરકસર, ખરેખ૨ કારણ તો મન જાણતું હતું.

ઘરથી ઓફીસનું બે કિ.મી.નું અંતર કાંઈ બહુ વધારે કહેવાય. એટલું અંતર કાપતાં મને અડધો કલાક લાગતો. બસમાં જાઉં તોય પંદરેક મિનિટ તો રહેજે થઈ જતી. આમ તો હું બસમાં જતો પણ કેટલીક વાર એવું બનતું કે બસ આગળનાંસ્ટેન્ડો' ઉપરથી ચિક્કાર આવતી, અને હું રહી જતો. પરિણામે ઓફિસે મોડો પહોંચતો. સરકારી ઓફિસ હતી અને કામકાજ બહુ રહેતું નહિ, એટલે પાંચ-દસ કે પંદર મિનિટ મોડું કાંઈ ગણનાપાત્ર ગણાતું, છતાં ઠીક કહેવાય એમ મને લાગતું, એક વાર લાગલાગટ ત્રણ ચાર દિવસ એવું બન્યું ત્યારે ફરી એવું બને તો બીજી બસની રાહ જોતાસ્ટેન્ડઉપર ઊભા રહેવા કરતાં ચાલી નાખવું, એવું મેં નક્કી કર્યું. પછી તો એવી રીતે ચાલી નાખવાના પ્રસંગો બે ચાર આવ્યા.

એમ ચાલી નાખવાથી હું સમયસર ઓફિસે પહોંચતો અને બસની રાહ જોવાની કે બસમાં જગ્યા મળશે કે નહિ તેની ચિંતા કરવાની કડાકૂટમાંથી બચી જતો. એટલે મને ધીરે ધીરે ચાલી નાંખવાની ટેવ પડી ગઈ એમ કહું તો દલીલ તરીકે કદાચ બરાબર હશે. પણ વાસ્તવિકતા જુદી હતી. એક તો હું યુવાન, બીજું અપરિણીત અને ત્રીજું આધુનિકતાને રંગે થોડો રંગાયેલો. મતલબ કે સ્વપ્નમય જીવન કહી શકાય એવી તે સમયની મારી જીવનદશા. એટલે આજુબાજુ કે રસ્તાઓ ઉપર મળતી કે દેખાતી યુવાન છોકરીઓ ઉપર ધ્યાન પહેલું પહોંચી જતું. નવલકથાઓ, સિનેમાઓ વગેરેની અસરને લીધે તે સમયે 'રોમાંસ' પ્રતિ વધુ પડતું ભાવનાશીલ એવું મારું મન કોઈનોપ્રેમ' મેળવવાને ભાગ્યશાળી નહોતું બન્યું. આથી અજાણી કે જાણીતી યુવતીઓ તરફની મારી લાગણી કાંઈક અસ્પષ્ટ રીતે તેમાંથી કોઈકનોપ્રેમમેળવવા ઝંખતી હોય એવી કહી શકાય. આવી મનઃસ્થિતિમાં કોઈક છોકરીને વારંવાર મળવાનું બને તો સ્વભાવિક રીતે મન સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, પરિચય વધીપ્રેમ'માં પરિણામે એવી આશાથી.

ઘરથી ઓફિસ સુધી નિયમિત રીતે ચાલતા જવાનું શરૂ કરવા પાછળનું કારણ કંઈક આવું હતું. ત્રણ ચાર વાર જ્યારે ચાલતા ઓફિસે જવાનું થયું ત્યારે દરેક વખતે એક યુવતી રસ્તે મને મળતી. પ્રથમ દિવસે તો મારું ધ્યાન તેના તરફ ખૂબ સામાન્ય રીતે ગયું હતું. મારા મને તેની નોંધ પણ રાખી નહોતી. બીજે દિવસે જ્યારે એજ સમયે, એજ જગ્યાએ અને એજ સ્થિતિમાં મને મળી, ત્યારે મારું મન જરાક ગંભીર બન્યું અને એની નોંધ લીધી. ત્રીજી અને ચોથી વાર પણ જ્યારે એમ બન્યું ત્યારે મન થોડું આતુર પણ બન્યું અનેબસ સ્ટેન્ડતરફ વળતા મારા પગને પરાણે ફૂટપાથના માર્ગો ઉપર દોરી ગયું. આટલેથી અટકે તો મન શાનું? એણે ધીરે ધીરે આગળ વધવા માંડયું. છોકરીના પહેરવેશ વગેરે ઉપરથી છોકરી કોણ હશે તેની ખરી ખોટી ગણતરીઓ એણે કરવા માંડી. જમવાનું મોડું થતાં કે એવા કોઈ કારણે ઘેરથી નીકળતાં મોડું થાય તો થોડુંક ચીડાઈ જવા માટે એણે મને પ્રેરણા આપવા માંડી. યુવતી રોજની જગ્યાએ મને મળે તોશું થયું હશે?’ ‘ક્યાં ગઈ હશે? આજે નહિ મળે?' વગેરે ચિંતાઓ પણ એણે કરવા માંડી. મળે ત્યારે આંખોને તેના તરફ દોડી જવાનો હુકમ કરી હોઠ ઉપર થોડું થોડું હાસ્ય લાવવાનો અભિનય એણે મને શીખવવા માંડયો. મારા અંતરાત્માના થોડાક વિરોધ છતાં મનની બધી પ્રવૃત્તિઓને વશ થઈ ધીરે ધીરે હું પરવશ બનતો ગયો.

બધાની અસર મારા નિત્યક્રમ ઉપર અવશ્ય થઈ. ઘણી વાર અનિયમિત રહેતો હું નિયમિત ઘરેથી નીકળવા લાગ્યો. વારંવાર મોડો ઓફિસે પહોંચતો હું હવે નિયમિત રીતે સમયસર પહોંચવા લાગ્યો. સમયસર જમવાનું તૈયાર થયું હોય તો બા કે બહેન ઉપર ચિડાઈ જવા લાગ્યો. ચાલવાના ફાયદા વિશે અસરકારક દલીલો કરવા લાગ્યો. ‘માણસના જીવનમાં નિયમિતતાનું મહત્ત્વ વિષય ઉપર મિત્રો કંટાળી જાય ત્યાં સુધી તેમની સમક્ષ ભાષણ આપવા લાગ્યો, સ્વચ્છતા અને સુઘડતાનું મહત્ત્વ સમજાવવા લાગ્યો. નવલકથાઓ કે સિનેમા વિષે વાત નીકળતા તેમાંનાપ્રેમતત્ત્વ ઉપર ભાર મૂકી તેનું રસદર્શન કરાવવા લાગ્યો.

આની અસર તે યુવતી ઉપર પણ થઈ હશે. પહેલી વખતે તો તેણે મારી નોંધ સરખી લીધી હોય સ્વાભાવિક હતું, પણ પછી મુલાકાત જેમ જેમ નિયમિત બનતી ગઈ તેમ તેમ તેનામાં પણ મારે માટે કુતુહલ જન્મ્યું હોય એમ મને લાગ્યું. શરૂઆતમાં કદી કદી મારી સાથે આંખો મેળવતી પછી તો દરરોજ આંખો મેળવતી થઈ. દૂરથી મને જોતાં એના ચહેરા ઉપર ખૂબ આછું સ્મિત કરી વળતું, પણ એના હોઠ સુધી ભાગ્યે પહોંચતું. પછી તો લાંબા સમય સુધી સ્થિતિ અમારે માટે ધ્યેયની સમાપ્તિ હોય એવી બની રહી. એથી આગળ વધી એની સાથે વાતો કરવા મારું મન અનેક પછાડો મારતું પણ નહોતો મળતો એવો કોઈ મોકો કે નહોતું મળતું કોઈ બહાનું, જે દિવસે તેને મળવાનું-જોવાનું બને તે દિવસ મારો ખરાબ જતો, મારો 'મૂડબગાડતો. કશી લેવાદેવા નહોતી છતાં મારું મન તેને અંગેની ચિંતામાં પડી જતું અને બીજે દિવસે મળે ત્યારે આંખો દ્વારા બમણી ખુશી વ્યક્ત કરતું. સ્થિતિને 'પ્રેમ' તરીકે ગણાવવી તો વધારે પડતું કહેવાય. એક વાર રસ્તે મુલાકાત થઈ ગયા પછી બીજે દિવસે ફરી મળવાનો સમય થાય ત્યાં સુધી મન એને ભાગ્યે યાદ કરતું. જે દિવસે મળવાનું બને તે દિવસે મન ઉપર એની અસર સાંજ સુધી રહેતી. યુવતી વિશે વધુ જણવા મારા મને વિવિધ કલ્પનાઓ કરી જોઈ. પણ સફળ થયું. એણે એની સાથે વાત કરવા માટે યુક્તિઓ વિચારવા માંડી, પણ તે અમલમાં મૂકવા જેટલી હિંમત નહોતી. તે મળે તો મારા મન ઉપર જેવી અસર થતી તેવી કોઈ અસર તેના ઉપર થાય છે કે નહિ તે જાણવાના પ્રયત્નો કરી જોયા. તેમાં પણ ખાસ સફળતા મળી. બીજે દિવસે તેના મુખભાવો ઉપરથી પારખી શકવા જેટલી કુશળતા મારામાં નહોતી. થોડા મોડા પડીને કે, એવી કોઈ રીતે એને મળીને એના ઉપર થતી અસરનું નિરીક્ષણ કરવાના પણ મેં પ્રયત્ન કર્યા, પણ બહુ સફળતા મળી. હું ફક્ત એટલું અવલોકી શક્યો કે, મારી ગેરહાજરીની નોંધ એનું મન લે છે ખરું,

આમ ને આમ દિવસો વીતતા ગયા. મેં સવારે બસમાં જવાનું લગભગ તદ્દન છોડી દીધું. પછી તો સ્થિતિ મારા નિત્યક્રમનો એક ભાગ બની ગઈ. તેને વિશે વધુ જાણવામાં કે તેની સાથે વાતો શરૂ કરવાના પ્રયત્નમાં જેમ જેમ નિષ્ફળતા મળતી ગઈ, તેમ તેમ મનની તે અંગેની આતુરતા પણ ઘટતી ગઈ - દબાતી ગઈ, એમ કહું તો વધુ યોગ્ય કહેવાય. છતાં સ્થિતિનો અંત લાવવાના વિચારનો તો મારા મને સદા વિરોધ કર્યો.

-સાત મહિનાના આવા નિત્યક્રમ પછી તે મને એકાએક મળતી બંધ થઈ ગઈ. શરૂઆતના બે ત્રણ દિવસ તો કાયમને માટે મળતી બંધ થઈ જશે, એવી મને કલ્પના પણ આવી. પણ લગભગ અઠવાડિયું રીતે વીતી ગયું, ત્યારે મને શંકા પેઢી કે કદાચ હવે નહિ મળે, છતાં મારું મન તેની આશા છોડી શકયું નહિ. એકાદ મહિનો તો તે આશાવંત રહ્યું, પણ પછી નિરાશા તેને ઘેરી લેવા લાગી. મારે ને એને એમ તો કશી લેવાદેવા નહોતી. એક રસ્તા ઉપર અમારા બંનેનાં પગલાં પડતાં તે સિવાય અમારે બીજો કશો સંબંધ નહોતો. એમ હું મનને મનાવતો છતાં મન તો તેને માટે શોક કર્યે રાખતું. શરૂઆતમાં તો કોઈ પાતળી સરખી, સાદા સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ યુવતીને દૂરથી જોઈને મલકાઈ જતું, પણ નિરાશ થતું. આમ વારંવાર નિરાશ થતું મન ધીરે ધીરે તેની હતાશાની ઉગ્રતા થોડી ઘટાડી શક્યું. બે મહિના પછી તો મારા મનને માટે બાબત એક સ્વપ્ન સમી બની ગઈ. છતાં સ્વપ્ન મારા જીવન ઉપર કેટલીક સ્થાયી અસર મૂકી ગયું. એક તો પગને ચાલવાની પડી ગયેલી ટેવ, બીજું થોડીક નિયમિતતા, ત્રીજું સુઘડતા અને સ્વચ્છતા અને ચોથું થોડીક ગંભીરતા. ઘેરથી ઓફીસે જતાં રસ્તા ઉપર જે જગ્યાની આસપાસ તેને મળવાનું બનતું, ત્યાં પહોંચતાં મન થોડુંક આશાન્વિત બની આંખોને ચંચળ બનાવી દેતું. પણ એની અસર લાંબો સમય રહેતી નહિ.

અરસામાં હું કોઈકપાર્ટ ટાઈમ' કામની શોધમાં હતો. થોડી આર્થિક તંગી તો હતી અને સવાર સાંજનો સમય મારે નકામો જતો. એક દિવસ એક ટ્યૂશન માટેની જાહેરાત મારા જોવામાં આવી. એક શેઠને પોતાના છોકરાને અંગ્રેજી શીખવવા માટે શિક્ષકની જરૂર હતી. ટ્યુશન મને મળે એવી બહુ આશા નહોતી છતાં પ્રયત્ન કરવાનું નક્કી કરી બીજે દિવસે સાંજે સરનામું લઈ ત્યાં પહોંચી ગયો. ‘કોલબેલ'નું બટન દબાવી બારણું ઉધડવાની પ્રતીક્ષા કરતો ઊભો હતો, ત્યારેમને સ્થાન મળશે કે નહિ, મળે તો કેટલી ફી માગવી, અમુકથી ઓછું તો નહીં લઉં.’ વગેરે વિચારો મને ઘેરી વળ્યા હતા. થોડીક મિનિટો પછી બારણું ઉઘડયું, ત્યારે બારણું ઊંઘાડનારને જોઈ હું ચમકયો. મને રોજ રસ્તે મળતી, યુવતીને જોઈ મને આશ્ચર્ય થયું. તેને પણ થયું. શું કહેવું તે માટે પણ હું વિમાસણમાં પડયો. પછી મનને જરા સ્થિર કરી, ‘શેઠે શિક્ષક માટે આપેલી જાહેરાતના અનુસંધાનમાં હું આવ્યો છું.' કહી મેં મારા આગમનનું કારણ જણાવ્યું. કશું બોલ્યા વિના માત્ર સહેજ હસી દીવાનખાના તરફ આંગળી ચીંધી તે ચાલી ગઈ.

દિવાનાખાનામાં બેઠો બેઠો ટયૂશન, ફ્રી વગેરેના વિચારોને બાજુએ મૂકી હું યુવતી ખરેખર કોણ હશે, તેના વિચારમાં પડયો. ‘શું શેઠની દીકરી તો નહિ હોય?' મારા માનસપટ પરથી વાંચેલી નવલકથાઓ અને જોયેલી ફિલ્મોના અનેક પ્રસંગો પસાર થઈ ગયા. 'શેઠની દીકરી હોય તો રોજ સવારે તે તરફ શા માટે જાય ?' પ્રશ્નનો ઉત્તર મન ખોળી શક્યું. વધુ વિચાર કરે તે પહેલા શેઠનું આગમન થયું અને મારે વિચારોને અટકાવી દેવા પડ્યા. શેઠને પોતાના બાળકને પાસ કરાવવા કરતાં અંગ્રેજી શીખવવામાં વધુ રસ હતો, તે જાણી મને આનંદ થયો. હું ગ્રેજ્યુએટ હતો. કાંઈક સારું કહેવાય, એવું મારું અંગ્રેજી હતું. વળી હું શિક્ષક નહોતો અને બીજું એકે યૂશન નહોતું એટલે બાળકની ઉપર સારું ધ્યાન આપી શકીશ, વગેરે ગણતરી કરી શેઠે મને કામ માટે યોગ્ય ગણ્યો. ફી નક્કી કરવાની વાત આવી, ત્યારે થોડાક વખત પહેલાં મારા મને કરેલો નિશ્ચય ઓગળી ગયો. એનું કારણ શેઠે મારી યોગ્યતાની કરેલી કદર કરતા પણ પેલી યુવતી હતું. શેઠની દીકરી હોય અને મેં શેઠ સાથે ફી બાબત રકઝક કરી હતી, તેની એને ખબર પડે તો તે માટે શું ધારી લે?

ત્યાંથી નીકળ્યા પછી હું પાછો તેની ક્લ્પનામાં ડૂબી ગયો. ભૂતકાળની મુલાકાતને યાદ કરી હું તેને શેઠની દીકરી કે એવી કોઈ સંબંધી તરીકે કલ્પી રહ્યો. તેની સાથે આંખો મેળવવાથી વધુ આગળ વધવામાં મેં સારું કર્યું એમ માની હું મલકી રહ્યો. તેના મનમાં એક સંસ્કારી યુવક તરીકેની છાપ મારે માટે જરૂર ઊભી થઈ હશે, એમ માની મનને મનાવી રહ્યો. તેના ચહેરા ઉપર વ્યક્ત થતું લાવણ્ય, સાદો છતાં સ્વચ્છ અને સુઘડ પોષાક વગેરે ઉપરથી તેને સંસ્કારી કુટુંબની છોકરી માનવામાં મેં ભૂલ નહોતી કરી, તે જાણી મન થોડુંક અભિમાન પણ લઈ રહ્યું. હવે તેની મુલાકાત રોજ થશે, જાણી મન હરખાયું અને અનેક કલ્પનાઓ કરી રહ્યું. શેઠને ત્યાંનો મારો વર્તાવ એવો તો હોવો જોઈએ કે તેના મનમાં મારે માટે પૂર્વગ્રહ પેદા થાય એમ મેં નક્કી કર્યું. એક હોશિયાર, મહેનતુ અને પ્રમાણિક યુવાન તરીકેની મારી છાપ તેના ઉપર પડે તે માટે પ્રયત્ન કરવાનો પણ મારા મને નિશ્ચય કર્યો. કલ્પનાની દુનિયામાં તો તેણે આગળ વધીને એવું ઘણું વિચારી નાખ્યું, જેની નવલકથાઓ કે સિનેમાના અનેક પ્રસંગો સાથે સરખામણી થઈ શકે.

બીજે દિવસે ઓફિસમાં એક મેગેઝીન હાથમાં આવ્યું, તેમાં છપાયેલું ભવિષ્ય વાંચી હું ખૂબ આશાવંત બની ગયો. બીજી બધી બાબતો સાથે લખ્યું હતું.પ્રણયવિષયક બાબતમાં ઉત્સાહજનક પ્રગતિ થવાના યોગ છે.' બીજા કોઈ અઠવાડિયામાં નહિ, ને અઠવાડિયામાં આવું ભવિષ્ય વાંચી મન ખૂબ ઉત્સાહિત થઈ ગયું, ઓફિસમાં મારા સહકાર્યકરોથી મારો ઉત્સાહ અછતો રહી શકયો. બે ત્રણ જણાએ મને પૂછ્યું પણ ખરું અને ઉડાઉ જવાબો આપી મેં તેમના કુતૂહલને થોડુંક વધાર્યું પણ ખરું!

નક્કી કર્યા મુજબ સાંજે ટયુશન માટે ગયો ત્યારે બારણું ખોલવા માટે તે હાજર હતી. હસીને મારૂં સ્વાગત કરી બાબાના અભ્યાસખંડમાં મને બેસાડી તે બહાર ચાલી ગઈ. મને થયું કે એની સાથે કાંઈક બોલું, પણ શબ્દો જડયા. તેના ગયા પછી જરાક વારમાં બાબો આવ્યો અને મેં મારા કામની શરૂઆત કરી. મને હતું કે બાબાના અભ્યાસમાં રસ લેવાને બહાને તે જરૂર આવીને બેસશે, પણ તે આશા ફળી. તે દિવસનું કામ પતાવી બહાર નીકળી ગયો ત્યાં સુધી કરી દર્શન થયાં.

પછી તો દરરોજ હું ત્યાં જવા લાગ્યો. બારણું ઉઘડવાની પ્રતીક્ષા કરવાનું મને ગમતું, પણ દરરોજ આવતી. કેટલીકવાર શેઠાણી જાતે પણ આવતા. ત્યાં ખૂબ વિવેકપૂર્વકનું વર્તન રાખવાનો મેં નિયમ કર્યો હોવાથી કોઈ સાથે વાત કરવાનું ખાસ બનતું નહિ. મનને ઊંડે ઊંડે એવી ઈચ્છા હતી કે તે આવીને કોઈને કોઈ બહાને વાત કરે. પણ તે ઈચ્છા ફળતી નહિ. બાબાના અભ્યાસ ખંડમાં હું હોઉં ત્યાં સુધી ભાગ્યે કોઈ ત્યાં આવતું, શેઠ ઘરમાં હોય તો કદી કદી બાબાની પ્રગતિ વિશે સમાચાર પૂછી જતા. કોઈ વાર શેઠાણી પણ રીતે આવી જતાં. એક વૃદ્ધ નોકર દરરોજ મારે માટે ચાનો કપ મૂકી જતો. તે સિવાય હું હોઉં ત્યારે ભાગ્યે કોઈ તે રૂમમાં આવતું. બાબાની પ્રગતિના સમાચાર જાણવા માટે તેણે કોઈ વાર આવવું જોઈએ એમ હું માનતો. મારા ગયા પછી બાબાને મારા અંગે પૂછતી હશે એવું અનુમાન મેં કર્યું હતું, પણ બાબા સાથે એવી વાત કરવી યોગ્ય નહોતી. એને વિશે વધુ જાણવાનું, શેઠની ખરેખર શું સંબંધી થાય છે, કેટલું ભણી છે, શું કરે છે વગેરે મન ઘણું હતું પણ અંગે કોને પૂછવું તે પ્રશ્ન હતો. બાબાને કે બીજા કોઈને એવું પૂછવું તે શિષ્ટાચારની વિરૂદ્ધ કહેવાય તેથી કાંઈ પૂછી શકતો નહિ, બાબાની સારી પ્રગતિ દ્વારા તેના ઉપર મારી સારી છાપ પડી શકે એવી શક્યતા વિચારી હું બાબા પાછળ સારી મહેનત કરતો. સ્કૂલમાં ને ઘરમાં બધાં તેની પ્રગતિથી ખુશ હતાં તેવી વાતો તે મને કરતો, પણ તેમાં તેની બહેનનો કે એવો કોઈ ઉલ્લેખ આવતો તેથી હું વધુ મૂંઝાતો, જેમ જેમ તેને અંગે જાણવાની આતુરતા વધતી હતી તેમ તેમ હું વધુ બેચેન બનતો જતો હતો. બેચેનીમાંથી છૂટવા તેને સીધેસીધું બધું પૂછી નાખવું એવું હું નક્કી કરતો, પણ ખરેખર એના પરિચિત સ્મિત સાથે બારણું ખોલી ઊભી રહેતી ત્યારે હું બધું વિસરી જતો. મારી મર્યાદાઓને સમજી આમ તો હું તેને આકાશકુસુમવત્ માનતો. તેની મારી પ્રેયસી તરીકેની કલ્પના મને મારા ગજા બહારની લાગતી. છતાં મન પરાણે તેના તરફ દોડી જતું. મનને એમ કરતું અટકાવવા હું પ્રયત્ન કરતો રહેતો પણ તે વ્યર્થ જતાં. મનને તેની પાછળ દોડયા વિના ચેન પડતું.

એમ એમ દિવસો વીતતા ગયા. મારી આતુરતાનો અગ્નિ સદા પ્રજવલિત રહ્યો. અગ્નિ ક્યારે શાંત થશે તેની આગાહી મારું મન કરી શકતું નહોતું. બેચેનીથી કંટાળીને બધું ભૂલી જવા પણ મારા મને પ્રયત્ન કર્યો, પણ તે નકામો ગયો. મનનું માંકડું આમથી તેમ, ડાળથી પેલી ડાળ કૂદાકૂદ કરી વળતું, પણ તેને શાતા મળતી નહોતી, ઠેકાણું મળતું નહોતુ-ક્યારે ઠેકાણું મળશે તેની કોઈ નિશ્ચિતતા નહોતી. કશા ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યો જતા કોઈ કર્મયોગીની પેઠે તો કૂદાકૂદ કર્યો જતું .

મનના માંકડાની કૂદાકૂદ શાંત કરે એવો એક બનાવ છેક મહિના પછી બન્યો. બાબાની પરીક્ષા નજીક આવી રહી હોવાથી તે સમયે હું ત્યાં થોડું વધારે રોકાતો. એક દિવસ નીકળવાની તૈયારી કરતો હતો તેટલામાં શેઠાણીએ આવી જમીને જવા માટે મને આગ્રહ કર્યો. એવો આગ્રહ પહેલાં પણ બેત્રણ વાર થયો હતો, પણ મેં - ટાળ્યું હતું. આગ્રહ ટાળવા પાછળનું કારણ મારી લઘુતાગ્રંથી હતી. વખતે પણ પ્રયત્ન - આગ્રહ ટાળવાનો મેં કર્યો, પણ શેઠાણી અને બાબાનો આગ્રહ મારી મક્કમતાને છેદી શક્યો. શેઠાણી મારા સંકોચને ઓળખી ગયા હતા તેથી હું જમવા બેઠો ત્યારે તે પણ ત્યાં બેઠાં. જમતાં જમતાં મેં પેલી યુવતીને રસોડામાં જોઈ. મહિના દરમિયાન મેં તેને બારણું ઉઘાડવા આવતી તે સિવાય ભાગ્યે જોઈ હતી. ત્યાં શું કરતી હશે તે જાણવા મારું મન આતુર બની ગયું. હું જાણતો હતો કે શેઠને ત્યાં રસોઈનું કામ તો રસોઈઓ કરતો હતો, અને રસોઈનું કામ તો પતી ગયું હતું. શેઠ બહારથી આવ્યા પછી બધાં સાથે જમવા બેસતાં તેવો મને ખ્યાલ હતો. આથી સમયે તેને રસોડામાં જોઈ મારું કૂતુહલ વધ્યું. હું જમવા બેઠો હતો તેની એને ખબર તો હતી . કદાચ મારા પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈને રસોડામાં આવી હોય એવો વહેમ મને ગયો.

શેઠાણી ત્યાં બેસીને બાબાની હોશિયારી, તેની પ્રગતિમાં મેં આપેલો ફાળો, બાબો સારા માર્કે પાસ થાય તો મને ખુશ કરવાનો શેઠે કરેલો વિચાર વગેરે અંગે વાતો કરતા હતા. એમની વાતોમાં મને રસ નથી એમ લાગે તેટલા પૂરતો હું તેમની વાતોમાં સૂર પુરાવતો. પણ મારું મન તો પેલી યુવતીની ચિંતા કરવામાં રોકાયેલું હતું. શેઠાણીને થોડાક ખુશમિજાજમાં જોઈ તે અંગે એમને પૂછી લેવાનો વિચાર એકાએક મારા મનમાં ઝબકી ગયો. સહેજ આડકતરી રીતે મેં પૂછ્યું, ઘરના બધા માણસો બાબાની પ્રગતિમાં સારો રસ લે છે, પણ બહેનને તો મેં કોઈ દિવસ પ્રકટ રીતે રસ લેતાં જોયાં નથી. "

શેઠાણી જરાક હસ્યાં અને કહ્યું, “ બિચારી શું રસ લેવાની હતી? એને એવો સમય પણ ક્યાં મળે છે.” શેઠાણીના શબ્દોએ મને વધુ ગૂંચવ્યો, પણ શરૂ કર્યું છે તો પૂરું કરવું એવો નિશ્ચય કરી મેં એમને પૂછયું, ‘“એવું તે શું કામ કરે છે કે ભાઈની પ્રગતિમાં રસ લેવાનો સમય મળે.

સાંભળી શેઠાણી જોરથી હસી પડયાં. મને લાગ્યું કે કાંઈક કાચું કપાયું છે. પણ હવે છૂટકો નહોતો. પછી શેઠાણીએ કહ્યું : “તમે સંબંધ જોડી દેવામાં હોશિયાર છો. રેખાને બાબાની બહેન તરીકે તમે પહેલીવાર ઓળખાવી. જો કે રીતે ઓળખો તો કાંઈ બહુ ખોટું નથી.' શેઠાણીના શબ્દોથી હું ખરેખર ગૂંચવાતો ગયો અને નિરાશ થયો. “તો પછી એનો ને તમારો ખરેખરો સંબંધ શો છે?" હાથ ધોતા ધોતા સહેજ અવિનયી રીતે પૂછાઈ ગયું.

શેઠાણી જરાક ગંભીર બન્યાં અને કહ્યું, “અમારે ત્યાં પહેલાં એક કામવાળી બાઈ હતી. ત્રણેક વર્ષ પહેલાં અચાનક એનું અવસાન થયું. વર્ષોથી કુટુંબ સાથે સંબંધ હતો એટલે કામવાળી હોવા છતાં અમને દુઃખ તો થાય . તેમાં વળી એક છોકરીને છોડી ગઈ હતી. છોકરી સામાન્ય હોય તો ઠીક, પણ તો સાવ ગૂંગી! નિરાધાર છોકરીનું કોઈ નહોતું એટલે શેઠ એને અહીં લઈ આવ્યા. છોકરી તે રેખા...” પછી તો શેઠાણીએ રેખા વિશે ઘણી ઘણી વાતો કરી, જેમાં તેનું મને રસ્તે મળવાનું કારણ પણ સમાઈ જતું હતું. પણ મારું મન તે બધું સાંભળવા જેટલું સ્થિર નહોતું. રંગીન પથ્થરને ફળ માની કૂદાકૂદ કરી મૂકનાર મર્કટના હાથમાં તે આવતાં તેની જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ મારી તે વખતે હતી !



 

No comments:

Post a Comment