Wednesday, August 2, 2023

 

વિસરાયેલા એક રાજનેતા

 



ગુજરાતે દેશને કેટલા વડાપ્રધાન આપ્યા? વર્તમાન વડાપ્રધાન શ્રી મોદીજી, તે પહેલા સ્વ. મોરારજી દેસાઈ અને તે પહેલા પંજાબી છતાં સવાયા ગુજરાતી એવા નંદાજી. સૌ એમને ભૂલી ગયા છે, પણ ખરેખર જાણવા જેવા મહાનુભાવ છે. ૨૦૨૩ની ૪થી જુલાઈએ જેમના જન્મને સવાસો વર્ષ થયા એવા રાજનેતા સ્વ. ગુલઝારીલાલ નંદા (નંદાજી)ની આજે વાત કરવી છે. ગયા વર્ષે એમને શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીજીએ એમનો ઉલ્લેખ ગુજરાતના ત્રણ વડાપ્રધાનમાં કર્યો હતો.

નંદાજી બે વખત વડાપ્રધાન (પંડિત નહેરૂના અવસાન બાદ ૧૩ દિવસ માટે ૨૭--૧૯૬૪ થી --૧૯૬૪ સુધી અને શાસ્ત્રીજીના નિધન બાદ ૧૩ દિવસ માટે ૧૧--૧૯૬૬ થી ૨૪--૧૯૬૬ સુધી) બન્યા. પંડિત નહેરૂ અને શાસ્ત્રીજીની કેબિનેટમાં તે બંને વખતે બીજા નંબરનું સ્થાન (ગૃહપ્રધાન) ધરાવતા હોવાથી તેમને પદ મળ્યું. બીજા વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ (જીવનકાળ ૨૯--૧૮૯૬ થી ૧૦--૧૯૯૬ અને વડાપ્રધાન ૨૪--૧૯૭૭ થી ૨૮--૧૯૭૯) સાથે એમની સરખામણી કરીએ તો () બંને ૯૯ વર્ષની ઉમરે (૧૦૦ વર્ષ પૂરા કરવામાં થોડા મહિના ઓછા) અવસાન પામ્યા () બંનેનું અવસાન અમદાવાદમાં થયું () બંનેનું કાર્યક્ષેત્ર ગુજરાત રહ્યું () બંનેને ભારતનું સર્વોચ્ચ સન્માનભારત રત્ન’ (મોરારજી દેસાઈને ૧૯૯૧માંનંદાજીને ૧૯૯૭માં) મળ્યું. () બંનેનો સંબંધ કોન્ગ્રેસ સાથે રહ્યો.

નંદાજીનો જન્મ --૧૮૯૮ના રોજ હિન્દુ કુટુંબમાં હાલ પાકિસ્તાનમાં ગયેલા પંજાબના સિયાળકોટમાં થયો હતો. તેમનું શિક્ષણ લાહોર, અમૃતસર, આગ્રા અને અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)માં થયું. નંદાજીએ અલ્હાબાદ યુનિવર્સિટીમાં ૧૯૨૦-૨૧માં રીસર્ચ સ્કોલર તરીકે મજૂરોના આર્થિક પ્રશ્નો અંગે કાર્ય કર્યું અને પછી ૧૯૨૧માં નેશનલ કોલેજ, મુંબઈમાં ઈકોનોમિક્સના અધ્યાપક તરીકે જોડાયા. ઈકોનોમીક્સમાં તેમનો ખાસ વિષય હતો લેબર ઈકોનોમીક્સ. ૧૯૨૧માં મહાત્મા ગાંધીજી સાથે મુલાકાત થઈ અને તેમણે નોકરી છોડી અને તેમની જાતને દેશસેવા માટે અર્પણ કરી. ગાંધીજીએ તેમને અમદાવાદ જઈ મજૂરોની સેવામાં જોડાવાનું સૂચન કર્યું અને તેઓ અમદાવાદ આવી ગયા. તેઓ અમદાવાદ આવી મજૂર મહાજન સંઘમાં મંત્રી બન્યા, જે પદ ૫૨ તેમણે ૧૯૪૬ સુધી કાર્ય કર્યું.

નંદાજીના ત્રણ સંતાનોમાં એક દીકરી પુષ્પાબેન પણ એમની સાથે અમદાવાદ આવ્યા. ડોક્ટર થયેલા પુષ્પાબેને પણ પિતાની જેમ મજૂરોની સેવાને તેમનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને મજૂર મહાજન દ્વારા મજૂરો માટે સ્થાપિત હોસ્પીટલમાં વર્ષો સુધી સેવા આપી. પુષ્પાબેનના લગ્ન વલસાડના મોરા ભાગડા (વલસાડ)ના ગુજરાતના પ્રથમ કાર્ડીયોલોજીસ્ટ ડૉ. છોટુભાઈ હરિભાઈ નાયક (સી.એચ.નાયક એમનું જાણીતું ટૂંકું નામ) સાથે થયા. ડૉ. સી. એચ. નાયક અમદાવાદમાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ તરીકે તથા ભારતના રાષ્ટ્રપતિના કાર્ડીયોલોજીસ્ટ તરીકે પણ વર્ષો સુધી રહ્યા. સમયે એમની ગણના દેશના ગણ્યમાન્ય કાર્ડીયોલોજીસ્ટ તરીકે થતી.

વીસમી સદીના પૂર્વાર્ધમાં અમદાવાદમાં ૮૫ જેટલી મોટી ટેક્ષટાઈલ મીલો ધમધમતી હતી અને તેમાં લાખો લોકો કાર્ય કરતા હતા. ૨૫મી ફેબ્રુઆરી ૧૯૨૦ના દિવસે ગાંધીજીની દોરવણી નીચે અનુસુયાબેન સારાભાઈની આગેવાનીમાં દેશના મોટા ટ્રેડ યુનિયનમજૂર મહાજન સંઘ’ (ટેક્ષટાઈલ લેબર યુનિયન)ની સ્થાપના થઈ. મજૂર મહાજન સંઘના પાયાના પથ્થરોમાં જેમનું નામ છે, એમાં નંદાજી ઉપરાંત સ્વ. ખંડુભાઈ દેસાઈ (જે નહેરૂના પ્રધાનમંડળમાં પ્રધાન હતા અને પછીથી આંધ્ર પ્રદેશના ગવર્નર તરીકે પણ કાર્ય કર્યું), અનુસુયાબેન સારાભાઈ, શ્યામાપ્રસાદ વસાવડા  હતા. ગાંધીજીના પ્રખર અનુયાયી એવા નંદાજીને અમદાવાદના લોકોએ મિલ વિસ્તારોમાં સાયકલ ઉપર ફરતા અને મજૂરોના પ્રશ્નો સમજતા જોયા છે. ઈન્ટુકની સ્થાપનામાં પણ તેમની મુખ્ય ભૂમિકા રહી. સ્વતંત્રતા પહેલા તેમણે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનીઝેશન (યુનોની શાખા)ના સ્વીટ્ઝરલેન્ડમાં યોજાયેલા અધિવેશનમાં ભાગ લીધો હતો.

રાજકારણમાં નંદાજી સ્વતંત્રતા પહેલાથી રહ્યા છે. પહેલા ૧૯૩૨માં અને પછી ૧૯૪૨થી ૧૯૪૪ દરમ્યાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૭માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા બાદ તેમણે મજૂર અને એક્સાઈઝ વિભાગના પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૯૪૬થી ૧૯૫૦ દરમ્યાન તેઓ બોમ્બે હાઉસીંગ બોર્ડના ચેરમેન રહ્યા. ૧૯૪૬માં ચૂંટાયેલી બંધારણ સભામાં સંસદ સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ નહેરૂજીની કેબીનેટના સભ્ય બન્યા હતા. ૧૯૫૨માં મુંબઈથી લોકસભાના સભ્ય તરીકે ચુંટાયા હતા અને કેન્દ્રમાં આયોજન, સિંચાઈ અને વિદ્યુત મંત્રી બન્યા. ૧૯૫૭માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ નહેરૂના પ્રધામંડળમાં મજૂર પ્રધાન તરીકે જોડાયા હતા. ૧૯૬૨માં ફરી તેઓ ગુજરાતના સાબરકાંઠા મતવિસ્તારમાંથી ચૂંટાયા અને ફરી મજૂર પ્રધાન ઉપરાંત ગૃહપ્રધાન તરીકે કેબીનેટમાં બીજું સ્થાન પામ્યા. શ્રીમતી ઈન્દીરા ગાંધીના પ્રધાનમંડળમાં પણ તેમને ગૃહ ખાતુ મળ્યું. પણ -૧૧-૧૯૬૬ના રોજ તેમની પાસેથી ખાતુ લઈ લેવામાં આવ્યું કારણ કે ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવા માટે દબાણ કરવા કેટલાક લોકો પાર્લામેન્ટમાં ઘૂસી ગયા હતા અને તે સમયે થયેલા ગોળીબારમાં લોકો મૃત્યુ પામ્યા હતા.

૧૯૬૭માં હરિયાણાના કૈથલથી ફરી ચૂંટાયા. તે દરમ્યાન ઈન્દીરા ગાંધીની સરકાર હતી, કોન્ગ્રેસના ફાડિયા (૧૯૬૯માં) થઈ ગયા હતા અને તેઓ રાજકારણથી કંટાળી ગયા હતા એટલે ૧૯૭૧માં કોન્ગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું. કોન્ગ્રેસી હોવા છતાં નંદાજીએ ૧૯૭૫માં લદાયેલી ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. ૧૯૫૦માં આયોજન પંચના સભ્ય તરીકે ચુંટાયા અને પછી તેઓ ૧૭--૧૯૫૩થી ૨૧--૧૯૬૩ સુધી આયોજન પંચના ઉપાધ્યક્ષ રહ્યા હતા. આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે ૧૯૫૯માં જર્મની અને યુગોસ્લાવીયાનો પ્રવાસ કર્યો. બધું મળીને તેઓ પાંચ વખત સંસદસભ્ય રહ્યા. ભારત સાધુ સમાજની સ્થાપનામાં પણ તેમનો ફાળો રહ્યો હતો.

નંદાજી સાદું, સ્વચ્છ જીવન જીવતા હતા. તેઓ ભાડાના મકાનમાં રહેતા. અવસાન સુધી તેમણે કોઈ મિલકત વસાવી નહોતી. તેમના કૌટુંબિક જીવનમાં રાજકારણની ભેળસેળ તેમને બીલકુલ પસંદ નહોતી. એક વાર તેમની સરકારી ગાડીનો ઉપયોગ કુટુંબના કોઈ સભ્યએ કર્યો હતો ત્યારે તેમણે ડ્રાઈવરને ધમકાવી કાઢ્યો હતો. તેમના દોહિત્ર તેજસે ઓફીસની સ્ટેશનરીમાંથી એક કાગળ લઈને શ્રી કૃષ્ણનું ચિત્ર દોર્યું અને નંદાજીને ભેટ આપ્યું. જ્યારે તેમણે જોયું કે ઓફીસની સ્ટેશનરીમાંથી કાગળ લીધો હતો ત્યારે તેઓએ સ્ટાફને ધમકાવી કાઢ્યા. તેઓએ તરત બજારમાંથી કાગળો લાવીને તેજસને આપ્યા હતા.

નંદાજીની કોઈ આવક નહોતી. તેઓ શરૂઆતમાં તો સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું પેન્શન, જે રૂ.હતું, તે લેવા પણ તૈયાર નહોતા. આની સાથે સંબંધીત એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ કરવો ઘટે.

રાજકારણમાંથી નિવૃત્તિ લીધા પછી નંદાજી દિલ્હીની ડીફેન્સ કોલોનીમાં એક ભાડાના નાના ઘરમાં રહેવા ગયા. મકાનમાલિકને કે પાડોશીઓને ખબર નહોતી કે તેમના ભાડૂત એક વખતના ગૃહપ્રધાન / વડાપ્રધાન હતા. આર્થિક સંકડામણને કારણે તેમના ઉપર મકાનનું ભાડુ ચડી ગયું હતું. આથી મકાન માલિકે તેમનો સામાન (સામાનમાં એક પતરાની બેગ, થોડા વાસણો અને કપડાં સિવાય કાંઈ નહોતું) બહાર ફેંકી દીધો અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. પાડોશીઓ આવા વૃદ્ધ સાથે આવું વર્તન કરવા મકાન માલિકને સમજાવવા પ્રયત્ન કરતા હતા. બધી માથાફૂટ ચાલતી હતી તે સમયે એક નવો પત્રકાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે પણ મકાન માલિકને સમજાવવા પ્રયત્ન કર્યો. પેલા પત્રકારે તેમના બે-ત્રણ ફોટો પાડી લીધા. જયારે તે તેની ઓફીસે પહોંચ્યો ત્યારે સંપાદકે એને કોઈ નવા સમાચાર કે સ્ટોરી માટે પૂછ્યું. ત્યારે પેલા પત્રકારે દુઃખ સાથે પોતે જોયેલા બનાવની વાત કરી. સંપાદકે ફોટો જોવા માગ્યા. ફોટો જોતાની સાથે તે સંપાદક પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા, “ તો બે વખતના વડાપ્રધાન નંદાજી છેઅને તરત પેલા પત્રકાર તથા તેમની ટીમ સાથે ત્યાં પહોંચી ગયા. નંદાજી બહાર હતા અને પડોશીઓ મકાન માલિકને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. પેલા સંપાદકે જ્યારે બધાંને જણાવ્યું કે વૃદ્ધ તો દેશના પૂર્વ વડાપ્રધાન છે ત્યારે બધા આશ્ચર્ય પામી ગયા. પછી તો મકાન માલિક પણ નંદાજીની માફી માગવા લાગ્યા અને તેમને માનસહિત ઘરમાં પાછા લઈ ગયા. બીજે દિવસે તે સમાચારપત્રના પહેલા પાને સમાચાર ફોટા સાથે પ્રસિદ્ધ થયા ત્યારે દિલ્હીમાં અને દેશમાં સનસનાટી મચી ગઈ. ( વાતયુ ટ્યુબ' પર એક વડીલના વીલોગ ઉપરથી)

પછી નજીકના મિત્રોએ તેમને સમજાવ્યું કે સત્યાગ્રહી તરીકેનું પેન્શન દાન નથી પણ દેશની પ્રજાનો સત્યાગ્રહીઓ પ્રત્યે ઋણસ્વીકાર છે. મિત્રોના આગ્રહથી તેમણે તેનો સ્વીકાર કર્યો. એક વાર લપસી જવાથી તેમના પગમાં ફ્રેકચર થયું હતું. તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તેઓ કેટલાક કાર્યકરો પાસેથી ઉધરાવીને રૂ.૯૦,૦૦૦ તેમને આપવા ગયા. નંદાજીએ તેમને પૂછ્યું કે પૈસા તેમના પોતાના છે કે કેમ. ત્યારે રાજીવ ગાંધીએ ખુલાસો કર્યો કે કેટલાક કાર્યકરોએ આપેલો ફાળો છે. ત્યારે નંદાજીએ કહ્યું કે સમાજના પૈસા કહેવાય અને તે સમાજ માટે વપરાવા જોઈએ. એમ કહી તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

પછી જ્યારે તેમની તબિયત વધુ બગડી ત્યારે દબાણ કરીને પુષ્પાબેન તથા ડૉ. તેજસ નાયક તેમને અમદાવાદ નવરંગપુરામાં આવેલા પોતાના ઘરે લઈ આવ્યા, જ્યાં તેઓ આઠ વર્ષ પથારીવશ રહ્યા. નંદાજીએ ૧૫મી જાન્યુઆરી ૧૯૯૮ના દિવસે ૧૦૦મા વર્ષે અમદાવાદમાં દેહ છોડ્યો. નંદાજીના અવસાન બાદ તેમનું સ્મારક કે સમાધિ બનાવવા અંગે સરકાર તરફથી દરખાસ્ત આવી ત્યારે કુટુંબમાં ચર્ચા કરીને ના પાડવામાં આવી હતી. તા. ૬-૧૧-૨૦૧૭ના રોજ પુષ્પાબેનનું પણ મોટી ઉંમરે અવસાન થયું.

 

 

No comments:

Post a Comment