Monday, March 6, 2023

વાચન

વાચન



માણસને શારીરિક રીતે તેમજ માનસિક રીતે સબળ બનાવવા માટે ઘણી જરૂરિયાતો છે. આવી પાયાની જરૂરિયાતોની યાદીમાં ભણતરનો સમાવેશ થાય છે. ભણતરનો ભાગ, છતાં જેની સ્વતંત્ર જરૂરિયાત તરીકે ગણના થવી જોઈએ એવી અન્ય જરૂરિયાત વાંચતા રહેવાની છે. સમાજમાં અને દુનિયામાં શું ચાલે છે તે જાણવાથી માંડી અનેક હેતુસર વાંચવું જરૂરી છે. છતાં વાચન પ્રત્યે લોકોનો ઉત્સાહ - ખાસ કરીને ગુજરાતમાંખૂબ નબળો છે. બધા ભણેલા માણસો વાંચવામાં રસ લેતા થાય તો પુસ્તકાલયો આગળહાઉસ્કૂલ' બોર્ડ ઝૂલતા થાય, પુસ્તકોની અને સામાયિકોની દુકાનો ઓછી પડે! લોકોની વાચન પ્રત્યે ઉદાસીનતાની ફરિયાદો ઘણા લોકો કરે છે, તેના ઉપાયો પણ વિચારે છે, છતાં સમાજને વાંચનાભિમુખ કરી શકાતા નથી.

વાચન એક ટેવ છે અને તે અન્ય ટેવોની માફક મહદ્અંશે બાળપણથી પડતી હોય છે. જેમ અનેક ટેવો બાળક ઘરમાંથી કે શાળામાંથી કેળવે છે તેમ વાચનની ટેવપણ ઘર કે શાળામાંથી કેળવાય છે. મોટા થયા પછી વાચનની ટેવ કેળવી શકાય ખરી, પણ બાળપણથી કેળવેલી ટેવમાં વાચન માટે જેભૂખ' જોવા મળે છે, તે ભાગ્યે જોવા મળે. જો યોગ્ય અભિગમ અપનાવાય તો બાળકને વાચનની ટેવ પાડવી અઘરી નથી.

મોટા ભાગના વાલીઓ માને છે કે બાળકે એના અભ્યાસનું વાંચવું જોઈએ. આવી માન્યતાને કારણે બાળકને વાંચે છે તો ખરૂં, પણ બાળકની વાચન પ્રત્યેની ઉત્સુકતા જળવાતી નથી. અભ્યાસનું વાચન બાળકને ફરજિયાત કરવું પડતું હોય છે. જાણીતી વાત છે કે બાળકને જયારે કોઈ કામ ફરજિયાત કરવું પડતું હોય ત્યારે તેને અણગમો પેદા થતો હોય છે. અભ્યાસનું વાંચવામાં એને આમે ય ખૂબ રસ પડતો નથી અને વારંવાર એકનું એક વાંચવાને કારણે કંટાળો પણ આવે છે. આનો એક ઉપાય હોઈ શકે કે બાળકને અભ્યાસની સાથે સાથે રસ પડે તેવા પુસ્તકો, સામયિકો વાંચવા પ્રેરણા આપવી. કેટલાક શિક્ષકોવાલીઓ કરે છે અને તેનું પરિણામ પણ સારૂં આવે છે.

અમે ભણતા હતા ત્યારેઈતર વાંચન'નો વિષય ફરજિયાત હતો અને એના પરિણામે અમારે રસ પડે એવા પુસ્તકોનો અભ્યાસ કરવાનો આવતો. ‘ઈતર વાચનતરીકે બાળકને રસ પડે તેવા જુલે વર્નના કે અન્ય લેખકોના પુસ્તકો પસંદ કરાતા. હવે વિષય રહ્યો નથી, પણ દરેક શાળામાં પુસ્તકાલય હોવું ફરજિયાત બન્યું છે. કાયદાકીય જરૂરિયાતો પૂરી પાડવા એવા પુસ્તકાલયો નિભાવાય છે ખરા અને જૂજ બાળકો કે શિક્ષકો તેના લાભ લે છે.પણ તેના આંકડા ઉત્સાહપ્રેરક નથી. ખરેખર તો શિક્ષકોએ વર્ગમાં બાળકોને પ્રસંગોપાત તેમની શાળાના પુસ્તકાલયમાં હોય તેવા સારા પુસ્તક વિષે તેમનામાં રસ જાગૃત થાય તેવી રીતે વાતો કરી તેમને વાંચવા પ્રેરવા જોઈએ. બાળક અભ્યાસ સિવાયનું શું વાંચે છે તે જાહેરમાં ચર્ચા કરી, નહિ વાંચનાર બાળકોને વાચન માટે પ્રેરી શકાય. જેમ કોઈ સીનેમા અંગે વાતો સાંભળીને બાળક તે ફિલ્મ જોવા આતુર થતું હોય તેમ પુસ્તક વિષે સાંભળીને પણ તે વાંચવા બાળક આતુર બની શકે. થોડાક વખત પહેલા નવસારીના સયાજી વૈભવ પુસ્તકાલયે કરેલોપ્રયોગ પણ ખૂબ સફળ રહ્યો હતો. પોતે વાંચેલા પુસ્તક અંગે લખવાની એક સ્પર્ધા પુસ્તકાલય દ્વારા યોજવામાં આવી હતી. આવા પ્રયોગો પણ કરવા જેવા છે.

કાર્ય મા-બાપ પણ સારી રીતે કરી શકે, પણ તે માટે માબાપ પણ વાંચતા હોવા જોઇએ. ઘરમાં પણ બાળકોમાં વાચનરૂચિ પેદા થાય તે માટે થોડાક પુસ્તકોની સમાયાંતરે ખરીદી થાય, સારા સામાયિકો મંગાવાય, પુસ્તકો સામાયિકો અંગે બાળકો સાથે વાત થાય જરૂરી છે. પંદર રૂપિયાની ચોકલેટની સાથે કે એને બદલે બાળકને એટલી કિંમતનું પુસ્તક કે સામયિક અપાવી શકાય. વર્ષે દહાડે નાનકડું બજેટ જો પુસ્તકો અને સામયિકો માટે ફાળવવામાં આવે, અને સાથે સાથે બાળકોને વાંચવાનું મન થાય તેવું વાતાવરણ કેળવવામાં આવે તો બાળકોનો બૌદ્ધિક વિકાસ તંદુરસ્ત બને છે. એક વખતના ભાજીપાંઉ, કે પરફુયમનાં બદલે બે ત્રણ સારા પુસ્તકો કે સામાયિકો ખરીદી શકાય .

આજે જયારે ટી.વી., કોમ્પ્યુટર, જેવા સાધનો ભરપૂર પ્રમાણમાં માહિતી પૂરી પાડી શકે એમ છે ત્યારે વાંચવું જરૂરી છે? હા. ઈલેકટ્રોનિક માધ્યમોની કેટલીક મર્યાદાઓ છે. વાંચવાનું ફક્ત જ્ઞાન માટે જરૂરી નથી. મનોરંજન માટે, સમય પસાર કરવા માટે, વગેરે વિવિધ કારણોસર વાચન જરૂરી છે. વાચનને ઈલેકટ્રોનીક માધ્યમોના હરિફ તરીકે નહીં પણ પૂરક તરીકે ગણીએ તો એની ઉપયોગિતા સમજી શકાય. ચિત્રકલા, સંગીતકલા, જેવી ક્લાઓની માફક વાચનને પણ એક ક્લા તરીકે અપનાવીએ તો ટેવ ખૂબ રસપ્રદ બની શકે.

વાંચવાથી શું? સમય પસાર કરવા માટે વાચન જેવું ઉત્તમ કોઈ માધ્યમ નથી. જે કાંઈ આપણે જાણતા હોઈએ તે જાણવા માટે પણ વાચન ખૂબ ઉપયોગી છે. સૌથી વધારે અગત્યનું તો છે વાંચન માણસને વિચારતા શીખવે છે. આપણે વાંચતા જઈએ છીએ તેની સાથે આપણું મગજ વિચારતું પણ જાય છે અને જે વાંચતા હોઈએ તે વિષે પ્રતિક્રિયા પણ કેળવતું જાય છે. આમ વિચારતા શીખવા માટે વાંચવું અત્યંત જરૂરી છે. શું વાંચવું તે દરેકે પોતે નક્કી કરવાનું છે.

વાંચવાની ટેવનો મોટો ફાયદો વૃધ્ધાવસ્થા દરમિયાન થાય છે. નાનપણમાં જો વાંચવાની ટેવ પડી હોય તો માણસ નિવૃત્તિનો સમય વાંચવામાં વીતાવી શકે છે અને કુટુંબમાં ઘર્ષણ અટકે છે. એવા પણ દાખલાઓ છે કે નિવૃત્તિ પછી વાંચતા થયેલા વડીલો લખતા પણ થયા છે.

બાળકોને રસ પડે તેવું તેમને વાંચવા પ્રેરવું જોઈએ, નહીં તો ઉલ્ટી અસર કરે છે. સામાન્ય રીતે ઉપદેશાત્મક વાતો કે પુસ્તકો વાંચવાનું મોટા માણસોને પણ નથી ગમતું તો બાળકોને ક્યાંથી ગમે? સારા પુસ્તકો- સામાયિકોના નામે એવું ઉપદેશાત્મક સાહિત્ય ધરી દેવાથી તો બાળક વાંચતું હોય તે પણ છોડી દે.

અહીં આપણી મોટી કમનસીબી છે. નાના મોટા બધાને રસ પડે તેવું, છતાં સારૂ હોય તેવું, સાહિત્ય ઘણું ઓછુ પ્રસિધ્ધ થાય છે. સાહિત્યની દ્રષ્ટિએ જે ઉત્તમ ગણાતું હોય છે તે લોકભોગ્ય નથી હોંતુ, અને લોકોને ગમે તેવું લખવું તેને ઉત્તમ લેખકા નાનમ સમજે છે. પરિણામે લોકભોગ્ય છતાં સારૂં હોય તેવું સાહિત્ય ભાગ્યે પેદા થાય છે.- ગુજરાતીમાં તો જવલ્લે .


Wednesday, February 22, 2023

પુસ્તક

 

પુસ્તક



શહેરમાં પુસ્તક મેળાનું આયોજન થયું હતું. શહેરના, રાજ્યના અને દેશના અનેક નામી પ્રકાશકોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોનો ભંડાર લોકો સમક્ષ ખડો કરીદીધો હતો. કેટલાકપ્રકાશકો-વિતરકોએ યુરોપ, અમેરિકાના પ્રકાશકોના પ્રકાશનો પણ પ્રદર્શિત કર્યા હતા.

મારા ત્રણ પુસ્તકો જેમણે પ્રકાશિત કર્યા હતા તે પ્રકાશનસંસ્થાસરસ્વતી પ્રકાશનનો પણ એક નાનકડો સ્ટોલ હતો, પ્રદર્શનમાં. એમણે મારા ત્રણે પુસ્તકો પણ અહીં મૂક્યા હતા. આમ પણ વેકેશન હોવાના કારણે હું નવરો હતો એટલે રોજ બપોર પછી પ્રદર્શનમાં જતો, કેટલાંક સ્ટોલો ઉપર દેશી-વિદેશી પુસ્તકો જોતો. એમાંથી જે ગમતાં તેની કિંમત એટલી વધારે હતી કે લેવાની ઈચ્છા દફનાવી દેવી પડતી. આમ તો પુસ્તક મેળામાંવળતરઆપવામાં આવતું હતું, પણ જવા દો વળતરની વાત! આમ છતાં ત્રણેક પુસ્તકો ખરીદવાની લાલચ રોકી શક્યો નહિ અને બીજી-ત્રીજી મુલાકાતે તે ખરીદી લીધા.

જયારે પ્રદર્શનમાં પુસ્તકો જોઈનેફરીને થાકું ત્યારેસરસ્વતી પ્રકાશનના સ્ટોલ ઉપર આવીને બેસું. પ્રકાશક સાથેનો સંબંધો તો એટલા ગાઢ નહોતા, છતાં સ્ટોલ ઉપર જે ભાઈ-બહેન બેસતા હતાં તે મને માનપૂર્વક આવકારતા, એટલે ત્યાં જવાની ઈચ્છા થતી.

એક દિવસ ત્યાં બેઠો હતો ત્યારે એક સામાન્ય મધ્યમ વર્ગના છોકરાઓ જેવો દેખાતો છોકરો આવ્યો અને મારી એક નવલકથા, જે તાજેતરમાં પ્રસિદ્ધ થઈ હતી અને જેનાઅવલોકનોપણ સારા આવ્યા હતાં, તે જોવા લાગ્યો. તેની ગતિવિધિ ઉપર મારું ધ્યાન ગયું અને હું જોતો રહ્યો. તેણે તે પુસ્તક ઉપાડ્યું, તેને પ્રેમથી પંપાળ્યું, ટાઈટલ ઉપર હાથ ફેરવ્યો (લેમીનેટેડ હતું), પાછળના ટાઈટલ ઉપર મારો પરિચય છપાયો હતો તેના ઉપર એક નજર નાંખી, પછી તેને ખોલી અંદરથી થોડુંક વાચ્યું; છેલ્લે તેની કિંમત છાપેલી હતી તે પાના ઉપર નજર કરી અને એક હળવો નિસાસો નાંખી તે પુસ્તક પાછું મૂકી દીધું; જાણે તે પુસ્તક ખરીદવું તેની શક્તિ બહારનું હોય, તેવા નિરાશાના ભાવ તેના ચહેરા ઉપર ફરી વળ્યા. તે સ્ટોલની બહાર નીકળી ગયો. મેં જોયું કે બહાર નીકળીને તેણે ગજવામાંથી તેનું પાકિટ કાઢ્યું અને તેમાં રહેલા પૈસા ગણી જોયા. મને મારી સ્થિતિ યાદ આવી, જેમાં મેં પણ તેની માફક મને ગમતા પુસ્તકો જોઈને પાછા મૂકી દીધાં હતા. ભૂતકાળમાં પુસ્તક મેળામાં મેં પણ કેટલીક વાર આવું કર્યું હતું.

આજનું દશ્ય ધરે પહોંચ્યા પછી પણ મારી નજર સમક્ષ તરવરી રહ્યું. એના કારણે બીજા દિવસે પણ મને પુસ્તક મેળામાં જવાની ઉત્સુક્તા થઈ.

હું સ્ટોલમાં બેઠો હતો અને કેટલાંક પુસ્તકો ઉથલાવતો હતો, ત્યાં મેં એછોકરાને ફરી પાછો સ્ટોલમાં પ્રવેશતા જોયો. શું કરે છે, ખાસ તો પુસ્તક ખરીદે છે કે કેમ તે જોવા હું આતુર બની ગયો. મારા હાથમાંનુ પુસ્તક બાજુ પર મુકી મેં તેના ઉપર નજર સ્થિર કરી. ફરી પાછી પ્રક્રિયા, નિરાશાના ભાવો! વખતે મારી સાથે સાથે સ્ટોલ ઉપર બેસતા યુવકની નજર પણ એના ઉપર સ્થિર થઈ હતી. છોકરો બહાર નીકળી ગયો એટલે પેલા યુવકે મને કહ્યું, “છેલ્લાં ચાર દિવસથી આવે છે, બીજા કોઈ પુસ્તકો ઉપર ખાસ નજર નાંખતો નથી. ફક્ત એક પુસ્તક ઉપાડે છે, તેને વહાલથી પંપાળે છે અને ખરીદવાની લાચારી હોય તેમ પાછું મૂકીને ચાલતો થાય છે. લાગે છે કે એને ખરીદવું તો છે, પણ પૈસા ભેગા કરી શકતો નથી. કિંમત પણ આપણે વધારે રાખી છે ને!” એના શબ્દો મને સ્પર્શી ગયા, પણ હું લાચાર હતો. બધા અધિકારો તો પ્રકાશકો પાસે હોય છે ને!

પછીના દિવસે પણ છોકરા અંગેની ઉત્સુકતા મને સ્ટોલ ઉપર દોરી ગઈ.

અગાઉના દિવસોએ જે સમયે છોકરો સ્ટોલ ઉપર જોવામાં આવ્યો હતો, તે સમયે હું આતુર બની ગયો. હંમેશ મુજબ તે છોકરો તેના પ્રિય પુસ્તકના દર્શન કરવા આવ્યો; દર્શન કર્યા, સ્પર્શ કર્યો અને નિરાશ વદને પુસ્તક પાછું મુકી નીકળતો હતો ત્યાં મેં તેને બોલાવ્યો. તે મારી પાસે આવીને, જાણે કોઈ ગુનો કરતા તેને પકડી પાડ્યો હોય તેમ, નતમસ્તકે ઊભો રહ્યો.

તું રોજ એક પુસ્તક જુએ છે, તેને ફેરવે છે અને મુકીને જતો રહે છે. તારે તે ખરીદવાની ઈચ્છા છે કે પછી અમસ્તું ?''

જી, ખરીદવું તો છે જ..’ તેના ટૂંકા ઉત્તરમાં રહેલાની મક્કમતા મને સ્પર્શી ગઈ. એમાં લાચારી નહોતી, આજે નહિ તો ક્યારેક પણ ખરીદવાની મક્કમતા હતી!

તને પુસ્તક કોઈ ભેટ આપે તો તને કાંઈ વાંધો ખરો?” ક્ષણભર તે મારા સામે તાકી રહ્યો. ‘કોઈ મને તે શા માટે ભેટ આપે?' એવો પ્રશ્નાર્થ તેની આંખોમાં ડોકાઈ રહ્યો હતો, પણ તેણે તે વ્યક્ત કર્યો નહિ.

કોઈ શું, હું જ તને તે ભેટ આપું, તો તું તે સ્વીકારે ખરો?”

તે ચૂપચાપ મારા તરફ જોઈ રહ્યો. ભેટ સ્વીકારવા અંગેની તેની ગડમથલ તેના ચહેરા ઉપર ડોકાતી હતી. વધુ વાત કરવા કરતા કાઉન્ટર સંભાળતા બહેનને મેં પુસ્તકનું બીલ બનાવી મને આપવા ક્યું. પછી તે પુસ્તક લઈ તેને આપવા ધર્યું. તેણે આનાકાની કર્યા વિના તે લઈ તો લીધું, પણ તેની પીગળી ગયેલી મક્કમતાનો રંજ તેના ચહેરા પર હતો.

થેન્ક્સકહી તે જતો હતો ત્યાં મેં તેને રોક્યો. તેના હાથમાંથી પુસ્તક લઈ તેના પહેલા પાના ઉપરલેખક તરફ થી સપ્રેમ ભેટલખી નીચે મારી સહી કરી. તે મારા તરફ જોઈ રહ્યો અને વખતે નીચા વળી મારા ચરણસ્પર્શ કર્યા. મારા રહસ્યમય ચાહક વિશે વધુ જાણવાની ઉત્કંઠા તો થઈ, પણ એક સુખદ અનુભવ વિષાદમાં પરિણમી શકે બીકે વાતનો ત્યાં અંત આણ્યો. પણ હજુ વધુ આશ્ચર્ય તો મારી રાહ જોતું હતું.

વાતને આઠ-દસ દિવસો વીતી ગયા હતા. પુસ્તક મેળો પતી ગયો હતો. વેકેશન પણ પૂરું થયું હતું. મારા પેલા ચાહકની વાત ક્યારેક મગજમાં ઝબકી જતી અને થોડી ક્ષણો મન મલકી જતું.

મારી મોટી દિકરી પિન્કી ગયા વર્ષથી કોમર્સ કોલેજમાં હતી. તેના પહેલા વર્ષના પરિણામની તારીખ જાહેર થઈ હતી એટલે તેનું પરિણામ જાણવાની ઉત્સુકતા વધી હતી. જે દિવસે પરિણામ હતું તે દિવસે તે કોલેજ ગઈ. મેં તેને કહ્યું હતું કે પરિણામ જોઈને મને ફોન કરજે, પણ હવે યુવાન થયેલા બાળકોને માતા-પિતાની આવી આળપંપાળ પસંદ પડતી નથી. તેણે ફોન કર્યો. મોડેથી ઘરે આવી ત્યારે પરિણામ મને જોવા માટે આપી દીધું. તે બીજા વર્ગમાં પાસ થઈ હતી. સ્વાભાવિક રીતે તેને એનો બહુ ઉત્સાહ નહોતો. તે આવી ત્યારે તેના હાથમાં મેં સુંદર ચળકતા કાગળમાં - ગીફ્ટ પેકીંગમાંલપેટાયેલી કોઈ ચીજ  જોઈ હતી. પણ તેણે મને વિશે કાંઈ કહ્યું, મેં કશું પૂછવાનું મુનાસીબ માન્યું. પેકેટમાં શું હશે તે તેણે પણ કદાચ જોયું હોય!

રાત્રે જમીને સમાચાર જોતો બેઠો હતો ત્યારે પીંકી અર્ધું ખૂલેલું તે પેકેટ લઈને ત્યાં આવી. મારા ખોળામાં મૂકી દીધું અને મારા પ્રતિભાવો જોવા માગતી હોય તેમ મારા તરફ જોઈ રહી. પેકેટમાંથી મારી પેલી નવલ કથા, જે મેં પેલા છોકરાને ભેટ આપી હતી તે નીકળી હતી, મારી નોંધ અને સહી સાથેની! થોડી વાર તો હું અચંબામાં ડૂબી રહ્યો. ધીરે ધીરે મને સમજાયું કે જે છોકરાને હું મારો ચાહક સમજતો હતો, તે તો ચાહક હતો મારી દીકરીનો..!

પીન્કી મારા તરફ જોઈને મલકી રહી હતી અને હું.. ! થોડી વારે મેં પીન્કીને પૂછ્યું, “કોણ છે છોકરો? અને આનો મતલબ શું?''

પપ્પા, કોઈ ગેરસમજ કરવાની જરૂર નથી. મારા વર્ગમાં ભણે છે. એક દિવસ વાત નીકળી ત્યારે મેં કહ્યું કે મારા પપ્પાના ત્રણ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે, ત્યારે તેને આનંદ થયો હતો અને તેણે તમારું નામ, પુસ્તકોના મથાળા વગેરે મારી પાસેથી લખી લીધા હતા. એક સારા લેખકની દીકરી તરીકે તે મને માનથી જોવા લાગ્યો હતો. તમારા બે પુસ્તકો તો તેણે અગાઉ દુકાનમાંથી કટકે કટકે ખરીદી લીધા હતા, પણ નવલકથા થોડી મોંઘી હોવાથી ખરીદી શક્યો નહતો, તેને ખરેખર તમારા લખાણો ગમે છે! તમે એને પુસ્તક ભેટ આપ્યું તે એણે સ્વીકારી લીધું હતું, પણ એના મનમાં પોતાની પુસ્તક ખરીદવાની અસમર્થતાનો એક ડંખ રહી ગયો હતો. ‘મફતમાં મળેલાં પુસ્તકો ગમે તેટલા કિંમતી હોય તો પણ તેની સાથે આત્મિયતા નથી બંધાતીએવું તે કહેતો હતો. આજે બધા ભેગા થયા હતા અને પાસ થયાની ખુશીમાં કેન્ટીનમાં ચા-નાસ્તા કરી રહ્યા હતા, ત્યારે તેણે મને બીજા ટેબલ ઉપર લઈ જઈને તેની લાચારી અને તમારી ઉદારતાની વાત કરી. તેણે પણ ઉમેર્યું કે તેણે પોતાના પૈસાથી પોતાને માટે નવલકથા ખરીદી લીધી છે અને નકલ ઉપર પાછળના પાને તેના હસ્તાક્ષર કરીને તે મને રીટર્ન ભેટ આપી છે અને કહ્યું છે, “તારા પપ્પાને કહેજે મને માફ કરે.”

હું પીન્કીની વાત સાંભળીને ખુશ થવું કે દુઃખી થવું તે વિચારી રહ્યો હતો ત્યાં પીન્કીએ ઉમેર્યું, “પપ્પા, હવે નકલ હું મારી પાસે રાખીશ."

તે તો તું રાખીશ ને, પેલા છોકરાની યાદરૂપે. શું નામ છે એનું? બસ આટલી વાત છે કે કાંઈ આગળ પણ છે?’

પીન્કી શરમાઈ ગઈ, “ના પપ્પા, આગળ કાંઈ જ નથી, પણ...” શબ્દો ન જડતા તેણે વાક્ય અધૂરું છોડી દીધું....!